Mumbai Fire News : મુંબઈના માહિમમાં એસી કોમ્પ્રેસર ફાટવાથી લાગી ભયાનક આગ; આટલા લોકો જીવતા ભૂંજાયા

Mumbai Fire News : અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં 265 નાગરિકોના મોતની ઘટના તાજી હતી, ત્યારે શુક્રવારે મોદી રાતે મુંબઈના માહીમાં આગ લાગી હતી. માહીમાં એસી કોમ્પ્રેસરને કારણે લાગેલી આગમાં બે લોકોના મોત થયા છે.

by kalpana Verat
Mumbai Fire News Major fire breaks out in Mahim due to AC compressor explosion; Two die in blaze.

News Continuous Bureau | Mumbai

Mumbai Fire News : મુંબઈના માહીમમાં આગ લાગી હતી. એસી કોમ્પ્રેસર ફાટવાથી ભયાનક આગ લાગી હતી. આ આગમાં કમનસીબે બે લોકોના મોત થયા છે.

Mumbai Fire News :  બે લોકો મૃત્યુ પામ્યા 

ઘટનાસ્થળ પરથી મળેલી માહિતી મુજબ, માહીમ વિસ્તારમાં એસી કોમ્પ્રેસરને કારણે આગ લાગી હતી. થોડી જ ક્ષણોમાં આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને આગની જાણ કર્યા બાદ, ફાયર બ્રિગેડના કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા. ફાયર બ્રિગેડના કર્મચારીઓએ આગને કાબુમાં લેવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો. જોકે, ત્યાં સુધીમાં આગમાં ફસાયેલા બે લોકો આગમાં મૃત્યુ પામ્યા હતા.

Mumbai Fire News : મામલાની વધુ તપાસ

ફાયર બ્રિગેડના કર્મચારીઓ, મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ અને માહીમ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગમાં ફસાયેલા બાકીના લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. દરમિયાન, માહિમ પોલીસ અને ફાયર બ્રિગેડ આ મામલાની વધુ તપાસ કરી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Air India Plane Crash : અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ફક્ત 1 મુસાફર બચી ગયો; સીટ 11A લકી સાબિત થઇ, જાણો શું છે આ સીટની ખાસિયત?

Join Our WhatsApp Community

You may also like