ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 ઑક્ટોબર, 2021
શુક્રવાર
મુંબઈના ઉત્તર છેવાડે આવેલા ગોરાઈ ખાડી વિસ્તારમાં હવે પર્યટકોને દેશ-વિદેશનાં જુદાં જુદાં પક્ષીઓનો નજારો માણવા મળશે. મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ મહાનગરપાલિકા સંયુક્ત રીતે ગોરાઈ પાસે મેન્ગ્રોવ્ઝ વિસ્તારનો વિકાસ કરી રહી છે. અહીં મેન્ગ્રોવ્ઝ પાર્ક બનાવવામાં આવવાનું છે, જેમાં પક્ષીઓને જોવા માટે ખાસ બર્ડ ઓબ્ઝર્વેટરી બનાવવામાં આવશે. અહીં એ રીતનો વિકાસ કરવામાં આવશે કે દેશ-વિદેશનાં દુર્લભ ગણાતાં પક્ષીઓ પણ અહીં જોવા મળશે. ગોરાઈ જેટ્ટી પાસે લગભગ 500 સ્ક્વેર મીટરના વિસ્તારમાં પાર્ક બનાવવામાં આવી રહ્યો છે. અહીં પર્યાવરણની સાથે મેન્ગ્રોવ્ઝ સહિત જૈવિક જીવોને લગતી માહિતી પણ પર્યટકોને ઉપલબ્ધ થશે. લગભગ 27 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા આ મેન્ગ્રોવ્ઝ પાર્કમાં અનેક આકર્ષણ હશે.
મુંબઈના આ વિસ્તારોમાં રહેશે 24 કલાક માટે 15 ટકા પાણીકાપ; જાણો વિગત