News Continuous Bureau | Mumbai
Mumbai: બાંદ્રાની રિઝવી કોલેજના ( Rizvi College ) વિદ્યાર્થીઓ ખાલાપુરમાં ચોમાસામાં પિકનીક મનાવવામાં આવ્યા ગયા હતા. તેમાંથી ચાર વિદ્યાર્થીઓ નદીમાં ડૂબી જતા મૃત્યુ પામ્યા હતા. ખાલાપુર તાલુકાના વાવરલે ગ્રામ પંચાયત હદમાં પોખરવાડી ખાતે સત્ય સાંઈ બાબા ડેમમાં આ ઘટના બની હતી. રિઝવી કોલેજના 37 યુવક-યુવતીઓ આ ટ્રીપ પર ગયા હતા. જેમાં 17 યુવતીઓ હતી.
તમામ વિદ્યાર્થીઓ ( College students ) સોંડાઈ કિલ્લા પર ટ્રેકિંગ માટે ગયા હતા. આ પછી, ટ્રેકિંગ ( Tracking ) પરથી પાછા ફરતી વખતે, કેટલાક વિદ્યાર્થીઓએ ધાંડી નદીના કિનારે બનાવેલા શેડ નીચે ન્હાવા ગયા હતા. નદીમાં પાણીનો યોગ્ય અંદાજ ન થવાના કારણે એકલવ્ય પાણીમાં ડૂબ્યો ( Drowned ) હતો. તેને બચાવવા તેની પાછળ ઈશાંક, રાનક અને આકાશ પણ નદીમાં કૂદી પડ્યા હતા. પરંતુ તેઓ પણ પાણીમાં ડૂબી જતા મૃત્યુ પામ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Water Storage: દેશના ભારે ગરમી વચ્ચે હવે 150 જળાશયોમાં માત્ર 21 ટકા જ પાણી બચ્યુંઃ સેન્ટ્રલ વોટર કમિશન રિપોર્ટ..
Mumbai: આ સર્ચ ઓપરેશનમાં સ્થાનિક યુવાનોની પણ મદદ મળી હતી…
ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રેસ્કયુ ઓપરેશન ( Rescue operation ) હાથ ધર્યું હતું. આ સર્ચ ઓપરેશનમાં ( search operation ) સ્થાનિક યુવાનોની પણ મદદ મળી હતી.
કેટલાક કલાકોની ભારે જહેમત બાદ ચારેય વિદ્યાર્થીઓના મૃતદેહો મળી આવ્યા હતા. આ તમામ મૃતદેહનો પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. પોલીસે હાલ આ મામલે અકસ્માત મૃત્યુનો કેસ નોંધી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.