Mumbai: ખાલપુરના નદીમાં ન્હાવા ગયેલા રિઝવી કોલેજના ચાર વિદ્યાર્થીઓનું ડૂબી જવાથી મોત..જાણો વિગતે

Mumbai: રાયગઢના ખાલાપુરની વાવરલે ગ્રામ પંચાયતમાં પોખરવાડી નજીક સત્ય સાંઈ ડેમમાં કુલ 37 લોકો પિકનિક માટે ગયા હતા. જેમાં ચાર વિદ્યાર્થીઓના ડૂબી જવાથી મોત થયા હતા.

Mumbai Four students of Rizvi College, who had gone for a picnic, drowned in the river in Raigad

Mumbai Four students of Rizvi College, who had gone for a picnic, drowned in the river in Raigad

News Continuous Bureau | Mumbai

Mumbai:  બાંદ્રાની રિઝવી કોલેજના ( Rizvi College ) વિદ્યાર્થીઓ ખાલાપુરમાં ચોમાસામાં પિકનીક મનાવવામાં આવ્યા ગયા હતા. તેમાંથી ચાર વિદ્યાર્થીઓ નદીમાં ડૂબી  જતા મૃત્યુ પામ્યા હતા. ખાલાપુર તાલુકાના વાવરલે ગ્રામ પંચાયત હદમાં પોખરવાડી ખાતે સત્ય સાંઈ બાબા ડેમમાં આ ઘટના બની હતી. રિઝવી કોલેજના 37 યુવક-યુવતીઓ આ ટ્રીપ પર ગયા હતા. જેમાં 17 યુવતીઓ હતી. 

Join Our WhatsApp Community

તમામ વિદ્યાર્થીઓ ( College students ) સોંડાઈ કિલ્લા પર ટ્રેકિંગ માટે ગયા હતા. આ પછી, ટ્રેકિંગ ( Tracking ) પરથી પાછા ફરતી વખતે, કેટલાક વિદ્યાર્થીઓએ ધાંડી નદીના કિનારે બનાવેલા શેડ નીચે ન્હાવા ગયા હતા. નદીમાં  પાણીનો યોગ્ય અંદાજ ન થવાના કારણે એકલવ્ય પાણીમાં ડૂબ્યો ( Drowned ) હતો. તેને બચાવવા તેની પાછળ ઈશાંક, રાનક અને આકાશ પણ નદીમાં કૂદી પડ્યા હતા. પરંતુ તેઓ પણ પાણીમાં ડૂબી જતા મૃત્યુ પામ્યા હતા.

આ સમાચાર  પણ વાંચો :  Water Storage: દેશના ભારે ગરમી વચ્ચે હવે 150 જળાશયોમાં માત્ર 21 ટકા જ પાણી બચ્યુંઃ સેન્ટ્રલ વોટર કમિશન રિપોર્ટ..

Mumbai: આ સર્ચ ઓપરેશનમાં સ્થાનિક યુવાનોની પણ મદદ મળી હતી…

ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રેસ્કયુ ઓપરેશન ( Rescue operation ) હાથ ધર્યું હતું. આ સર્ચ ઓપરેશનમાં ( search operation ) સ્થાનિક યુવાનોની પણ મદદ મળી હતી.

કેટલાક કલાકોની ભારે જહેમત બાદ ચારેય વિદ્યાર્થીઓના મૃતદેહો મળી આવ્યા હતા. આ તમામ મૃતદેહનો પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. પોલીસે હાલ આ મામલે અકસ્માત મૃત્યુનો કેસ નોંધી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.

Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
Mumbai Pollution: પ્રદૂષણ પર BMCનો એક્શન પ્લાન: મુંબઈમાં હવા પ્રદૂષણ મામલે 36 સ્થળોની તપાસ, કોર્ટમાં રજૂ થયો વિગતવાર રિપોર્ટ
BMC Elections: મુંબઈના ભવિષ્યનો ફેંસલો! BMC ચૂંટણીની તારીખો જાહેર, જાણો ક્યારે થશે મતદાન અને મતગણતરી
Maharashtra Weather:મહારાષ્ટ્રમાં ભારે શીત લહેર! પારો ૫C નીચે ગગડ્યો
Exit mobile version