ઘાટકોપર વિસ્તારમાં અજાણ્યા લોકોએ બર્થડે નિમિત્તે રસ્તા પર ૩૩ કેક કાપી, આવતા-જતા લોકો પર કેક ફેંકી; જુઓ વીડિયો

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 6 ઑગસ્ટ, 2021

શુક્રવાર

હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે જન્મદિવસની ઉજવણી કરતી વખતે, યુવાનોએ માત્ર કોરોનાના નિયમો જ નથી તોડ્યા, પરંતુ કેકનો બગાડ પણ કર્યો છે.

આ વાયરલ વીડિયોમાં 15થી 20 યુવકો દેખાઈ રહ્યા છે. બર્થડે બૉય દ્વારા એકસાથે મૂકવામાં આવેલી 33 કેક કાપ્યા બાદ, અહીં ઉપસ્થિત બધા યુવાનો કેક પર તૂટી પડ્યા અને એકબીજાના મોઢા પર કેક લગાવવા લાગ્યા, પરિણામે ખોરાકનો બગાડ થયો. કેક કાપતી વખતે કોરોનાના નિયમોના ધજાગરા પણ ઊડ્યા. કોઈએ માસ્ક પહેર્યું નથી અને સામાજિક અંતરનું પાલન કરતા નથી, એ વીડિયોમાં દેખાઈ રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે વાયરલ વીડિયો મુંબઈના ઘાટકોપર વિસ્તારના લાલ બહાદુર શાસ્ત્રી માર્ગનો છે.

વડા પ્રધાન મોદીએ ભારતીય હૉકી ટીમના કૅપ્ટન અને કોચ સાથે કરી ટેલિફોનિક વાત, કહ્યું : તમારા પર દેશને ગર્વ છે; જુઓ વીડિયો

મુંબઈ પોલીસે વીડિયોની નોંધ લીધી છે અને આ મામલે તપાસ શરૂ કરી છે.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More