News Continuous Bureau | Mumbai
મુંબઈ(Mumbai)ના ઘાટકોપર (Ghatkopar) વિસ્તારમાં બુધવારે એક વિચિત્ર અકસ્માત(Road Accident) થયો હતો. જેમાં ટેક્સી ચાલકે એક સાથે સાત લોકોને ટક્કર મારી હતી. કહેવામાં આવી રહ્યું છે કે કારમાં મોબાઈલ ચાર્જ કરવાને કારણે આ અકસ્માત થયો હતો, જેમાં સાત લોકો ગંભીર રીતે ઘાયલ(Injured) થયા હતા અને ત્રણ રિક્ષા(Auto)ને ખરાબ રીતે નુકસાન થયું હતું.
Wઘાટકોપરમાં #મોબાઈલ ફોન ચાર્જ કરવાને કારણે થયો વિચિત્ર #અકસ્માત, #ટેક્સી ચાલકે એક સાથે 7 લોકોને મારી દીધી #ટક્કર.. જુઓ #વિડીયો.. #Mumbai #Ghatkopar #roadaccident #video #newscontinuous pic.twitter.com/AXGSc8VGwY
— news continuous (@NewsContinuous) September 22, 2022
પંતનગર પોલીસે(Pantnagar Police) આ મામલે કેસ નોંધીને એક રિક્ષાચાલક(Auto driver)ની ધરપકડ કરી છે. હકીકતમાં રિક્ષાચાલક બુધવારે બપોરે 12 વાગ્યાની આસપાસ ગરોડિયા નગર(Garodia Nagar)માં ઘટનાસ્થળે ઊભો હતો. તેનો મોબાઈલ ફોન ચાર્જ(Mobile Phone charge) થતો ન હોવાથી તે નજીકમાં પાર્ક થયેલી ટૂરિસ્ટ કાર(tourist Car)માં પોતાનો ચાર્જ કરવા માટે ગયો હતો. કાર સ્ટાર્ટ કરીને મોબાઇલ ફોન ચાર્જ કરી રહ્યો હતો ત્યારે અચાનક તેનાથી ગિયર(gear) ખેંચાઈ ગયું અને કાર આગળ વધવા લાગી. દરમિયાન મૂંઝાયેલા રિક્ષાચાલકે બ્રેક દબાવવાને બદલે એક્સીલેટર દબાવ્યું અને કાર વધુ સ્પીડમાં આગળ વધીને એક રાહદારી તથા ત્રણ રિક્ષાને ટક્કર મારી દીધી.
આ સમાચાર પણ વાંચો : કોમેડી ના બેતાજ બાદશાહ ગણાતા રાજુ શ્રીવાસ્તવે 50 રૂપિયાથી શરૂ કર્યું હતું કરિયર-હવે પોતાના પરિવાર માટે છોડી ગયા આટલી સંપત્તિ-જાણો અભિનેતા ની નેટવર્થ વિશે
આ વિચિત્ર અકસ્માત ઘાટકોપર પૂર્વ ગરોડિયા નગર, પુષ્પક જંક્શન ખાતે થયો હતો. આ અકસ્માતમાં ઘાયલ લોકોને સારવાર માટે રાજાવાડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.