ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 10 એપ્રિલ 2021
શનિવાર
ઉત્તર મુંબઈના ગોરેગામ વિસ્તારમાં પરિસ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. માત્ર 7 દિવસની અંદર અહીં દર્દીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે.
1 એપ્રિલે અહીં 393 દર્દી નોંધાયા હતા,
2 એપ્રિલે આ આંકડો વધીને સીધો 477 થઈ ગયો,
3 એપ્રિલે આ આંકડો ફરી વધ્યો અને 504 નો થયો,
4 એપ્રિલે આ આંકડામાં જબ્બર ઉછાળો આવ્યો અને કોરોના ના દર્દીઓ ની સંખ્યા 630 પર પહોંચી ગઈ,
5 એપ્રિલે આંશિક હળવાશ મળી પરંતુ 478 દર્દી નોંધાયા,
માત્ર એક જ દિવસમાં એટલે કે 6 એપ્રિલે ફરી આંકડો વધી ગયો અને ૪૯૭ દર્દી નોંધાયા,
7 એપ્રિલના દિવસે અહીં 506 દર્દી નોંધાયા.
માત્ર ગોરેગામ વિસ્તારમાં જ 4,489 સક્રિય કોરોના ના કેસ છે. જ્યારે કે અત્યાર સુધી ગોરેગામમાં 420 લોકોના મૃત્યુ થયા છે. જો આ રીતે પરિસ્થિતિ ચાલુ રહી તો આગામી ૨૭ દિવસની અંદર કોરોના માં બમણી વૃદ્ધિ જોવા મળશે.
આમ ગોરેગામ વિસ્તારમાં રહેલા લોકોએ વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે.
કોરોના ઇફેક્ટ : વૈદકીય સુવિધાઓ ખૂટતા, ખાનગી હોસ્પિટલોને ઉદ્ધવ ઠાકરે કરી આ અપીલ.