મુંબઈમાં કોરોના રસી ની તીવ્ર અછત. ફરી એક વખત આ બે દિવસ દરમિયાન શહેરના બીએમસી અને સરકારી સંચાલિત રસીકરણ કેન્દ્ર બંધ રહેશે; જાણો વિગતે    

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 19 ઓગસ્ટ, 2021

ગુરુવાર

મુંબઈમાં ફરી એકવાર આજે અને આવતીકાલે એમ બે દિવસ રસીકરણ કેન્દ્ર બંધ રહેશે.

બીએમસીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે રસીના ડોઝની અછતને કારણે 19 ઓગસ્ટ અને 20 ઓગસ્ટના રોજ પાલિકાના વિસ્તારના સરકારી અને મુંબઈ મહાનગર પાલિકાના રસીકરણ કેન્દ્ર બંધ રહેશે.

દરમિયાન તા. 19 ઓગસ્ટ 2021ના રોજ મોડી રાત સુધી પ્રશાસને રસીનો જથ્થો પ્રાપ્ત થશે. ત્યાર બાદ 21 ઓગસ્ટ 2021થી રસી કેન્દ્ર ફરી શરૂ થશે. 

આ જ મહિનામાં આ ત્રીજી વખત છે જ્યારે BMC એ રસીના ડોઝની અછતને કારણે અભિયાન સ્થગિત કરાયું છે. અગાઉ,  5 ઓગસ્ટના રોજ રસીકરણ બંધ કેન્દ્રો બંધ રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે શહેરમાં કુલ 401 રસીકરણ કેન્દ્રો છે, જેમાં BMC ના 283, મહારાષ્ટ્ર સરકારના 20 કેન્દ્રો અને 98 ખાનગી કેન્દ્રોનો સમાવેશ થાય છે.

તાલિબાનીઓએ જલાલાબાદમાં કર્યું અંધાધૂંધ ફાયરિંગ, ઝંડાને લઈ પ્રદર્શનકારીઓ કરી રહ્યા હતા પ્રદર્શન; જુઓ વીડિયો

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More