ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
25 માર્ચ 2021
મુંબઈની હાફકીન ઇન્સ્ટિટ્યૂટમાં પ્લેગ, કોલેરા, મેલેરીયા, સ્વાઇન ફ્લૂ, તેમજ સાપ અને વિછીના ઝેર ની રસી બને છે. હવે અહીં કોરોના ની રસી પણ બનશે.કેન્દ્ર સરકારે આ માટે ઇન્સ્ટિટ્યૂટને પરવાનગી આપી દીધી છે. આ રસી બનાવવા માટે ભારત બાયોટેક દ્વારા બનેલી વેક્સિન રસીના રો મટીરીયલ તેમને અપાશે. ત્યારબાદ તેમાંથી વેક્સિન બનાવવાનું કામ થશે. એવું માનવામાં આવી રહ્યું છે કે હાફકીન ઇન્સ્ટિટયૂટ દર મહિને એક કરોડ ડોઝ તૈયાર કરશે.
જો આવુ થશે તો ભારત દેશ માટે એક ઝડપી સુવિધા ઊભી થશે. જેને કારણે અનેક લોકોના જીવન બચી શકશે.