News Continuous Bureau | Mumbai
Mumbai: મુંબઈ ( Mumbai ) ના વડાલા વિસ્તાર ( Wadala ) માંથી એક અજાણી મહિલાનો ( Woman ) અડધો બળી ગયેલો મૃતદેહ ( Dead Body ) મળી આવ્યો હતો જેમાં શરીરના કેટલાક ભાગો ગાયબ હતા. પોલીસના જણાવ્યા અનુસાર મહિલાની ઉંમર 30-35 વર્ષની આસપાસ છે અને મહિલાના શરીરના ત્રણ ટુકડા કરવામાં આવ્યા હતા.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે “BPT (મુંબઈ પોર્ટ ટ્રસ્ટ) ની પેટ્રોલિંગ ટીમે ( BPT Patrolling team ) વડાલા વિસ્તારમાં એક શંકાસ્પદ બેગ જોઈ હતી. ટીમને એક અજાણી મહિલાનો અડધો બળી ગયેલો મૃતદેહ મળ્યો હતો. ત્યાર બાદ, વડાલા પોલીસ સ્ટેશનને માહિતી આપવામાં આવી હતી. માહિતી મળતા જ, પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, મૃતદેહને પોલિસ કસ્ટડીમાં લીધો હતો અને પોસ્ટમોર્ટમ માટે KEM હોસ્પિટલમાં ( KEM Hospital ) મોકલી આપ્યો હતો.”
પોલીસે અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી…
પોલીસનો અંદાજ છે કે મહિલાની એક-બે દિવસ પહેલા હત્યા કરવામાં આવી છે. તેનો મૃતદેહ કોથળામાં હતો. શંકાના આધારે જ્યારે બેગની તપાસ કરવામાં આવી તો અડધી બળેલી લાશ મળી આવી હતી.
આ સમાચાર પણ વાંચો : Israel Hamas War: ‘જો ઈઝરાયલ ગાઝામાં બોમ્બમારો નહીં રોકે તો…’ ઇરાનનું ખુલ્લેઆમ હમાસને સમર્થન, અમેરિકાને આપી ખુલ્લી ધમકી.. જાણો શું કહ્યું ઈરાને..વાંચો વિગતે અહીં..
પોલીસે અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ સાથે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમે પણ તેની તપાસ શરૂ કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું.