News Continuous Bureau | Mumbai
મુંબઈના અંધેરી સ્થિત સાકીનાકા વિસ્તારમાં પૈસાના વિવાદમાં એક લારી ચાલક નું અપહરણ કરીને હત્યા કરવાના આઘાતજનક કિસ્સામાં પોલીસે ત્રણ મિત્રોની ધરપકડ કરી છે. મૃતક લારી ચાલક 47 વર્ષ નો હોવાનું બહાર આવ્યું છે.
અપહરણ અને હત્યાની ઘટના
લારી ચાલક તેના ભાઈ સાથે સાકીનાકાના ખૈરાની રોડ પર આવેલા અલ્વિન ડિસોઝા કમ્પાઉન્ડમાં રહેતો હતો અને સ્થાનિક કોન્ટ્રાક્ટ હેઠળ હાથલારી ચલાવતો હતો. 7 સપ્ટેમ્બરના રોજ લારી ચાલક અચાનક ગુમ થઈ ગયો હતો. તેના ભાઈએ સાકીનાકા પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. તેના બીજા જ દિવસે લારી ચાલક નો મૃતદેહ ઘાટકોપરના ચેડા નગર વિસ્તારમાંથી મળી આવ્યો હતો. આ પછી સાકીનાકા પોલીસે અપહરણ અને હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.
આ સમાચાર પણ વાંચો: Anil Ambani: ઉદ્યોગપતિ અનિલ અંબાણી પર CBI નો ગાળિયો,CBI ના ખુલાસાથી ઉદ્યોગ જગતમાં ખળભળાટ
આરોપીઓની ધરપકડ
પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે 7 સપ્ટેમ્બરના રોજ ખૈરાની રોડ પરની મદીના હોટેલ પાસે લારી ચાલક નો ત્રણ વ્યક્તિઓ સાથે કોન્ટ્રાક્ટના પૈસાને લઈને ઝઘડો થયો હતો. પોલીસે આ ત્રણેયનો પીછો કરીને શુક્રવારે તેમની અટકાયત કરી હતી. પૂછપરછ દરમિયાન, આરોપીઓએ ગુનાની કબૂલાત કરી હતી, જેના પગલે પોલીસે ત્રણેય વિરુદ્ધ અપહરણ અને હત્યાનો ગુનો નોંધીને તેમની ધરપકડ કરી છે.