ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 05 માર્ચ 2022
શનિવાર
મુંબઈગરાઓ છેલ્લા કેટલાક દિવસથી સખત ગરમીનો અનુભવ કરી રહ્યા છે.
હોળી પહેલા જ મુંબઈમાં તાપમાન 37 ડિગ્રીએ પહોંચી જતાં મુંબઈવાસીઓ ગરમીથી પરેશાન થઈ ગયા છે.
જોકે વીકેન્ડ બાદ એટલે કે સોમવારથી પાલઘર, કોંકણ, દક્ષિણ મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં કમોસમી વરસાદ થવાની આગાહી હોવાથી ગરમીમાં થોડી રાહત મળવાની શક્યતા છે.
હવામાન વિભાગએ આગાહી કરી છે કે સોમવારે અને મંગળવારે પાલઘર, થાણે, રાયગડ, રત્નાગિરિ, સાતારા, સિંધુદુર્ગ, કોલ્હાપુર, બીડ, પરભણી અને હિંગોલી વગેરે દસ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.
આથી આ વિસ્તારની સાથે મુંબઈમાં પણ કમોસમી વરસાદની અસર થવાથી ગરમીમાં થોડી રાહત થશે.