News Continuous Bureau | Mumbai
Mumbai Heavy rain : મુંબઈ સહિત ઉપનગરોમાં છેલ્લા 48 કલાકથી ભારે વરસાદ થઈ રહ્યો છે. થાણે, કલ્યાણ, ડોમ્બિવલી, અંધેરી અને નવી મુંબઈ વિસ્તારમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. આ વરસાદથી રેલવેને ભારે ફટકો પડ્યો છે. ભારે વરસાદને કારણે રેલ્વેની ત્રણેય લાઈનોનો વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. જેના કારણે મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડે છે.
Mumbai Heavy rain : રેલવે સ્ટેશન મુસાફરો ભીડ
મળતી માહિતી અનુસાર, સેન્ટ્રલ રેલવે (મુંબઈ લોકલ ટ્રેન)નો ટ્રાફિક આજે ગુરુવાર સવારથી 15 થી 20 મિનિટ મોડી દોડી રહ્યો છે. પરિણામે સવારથી જ રેલવે સ્ટેશન મુસાફરો ભીડ જામી છે. પશ્ચિમ રેલવે પર ટ્રેનો 5 થી 10 મિનિટ મોડી દોડી રહી છે. તો હાર્બર રૂટ પર લોકલ સેવાઓ 5 મિનિટ મોડી ચાલી રહી હોવાના અહેવાલ છે.
રેલ્વે પ્રશાસને ટેક્નિકલ મુશ્કેલીઓ અને વરસાદ (Mumbai Heavy Rain) ને કારણે ટ્રાફિકમાં વિલંબને કારણે મુસાફરોને ધીરજ રાખવાની અપીલ કરી છે. દરમિયાન મુંબઈ અને પુણેમાં ભારે વરસાદને કારણે લાંબા અંતરની એક્સપ્રેસ ટ્રેનોને પણ અસર થઈ છે. મુંબઈ પુણે ડેક્કન એક્સપ્રેસ આજે મોડી ચાલી રહી છે.
Mumbai Heavy rain : આજે મોડી દોડી રહી છે આ એક્સપ્રેસ
ડેક્કન એક્સપ્રેસ ગુરુવારે સવારે 7 વાગ્યા સુધી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશન પર ઉભી હતી. જેના કારણે મુંબઈથી પુણે જતા મુસાફરોને હાલાકી પડી હતી. ઘણા મુસાફરો ટ્રેન ઉપડવાની રાહ જોઈને રેલવે સ્ટેશન પર અટવાઈ પડ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Mumbai Water Level: આનંદો… મુંબઈને પાણી પૂરું પાડતા સાતમાંથી 2 જળાશયો ઓવરફ્લો ; અન્ય 5 ડેમની શું છે સ્થિતિ, જાણો તાજા આંકડા
Mumbai Heavy rain : ભારે વરસાદને કારણે અંધેરી સબવે પાણીમાં ગરકાવ
મુંબઈમાં સવારથી ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા લાગ્યા છે. અંધેરી, જોગેશ્વરી, ગોરેગાંવ, કાંદિવલી, મલાડ, બોરીવલી વિસ્તારોમાં વરસાદી પાણી જમા થયા છે. ભારે વરસાદને કારણે અંધેરીમાં બે ફૂટ સુધી પાણી ભરાઈ ગયું છે. તેથી પોલીસે અંધેરી સબવેને ટ્રાફિક માટે બંધ કરી દીધો છે. ભારતીય હવામાન વિભાગે મુંબઈ અને થાણે રાયગઢ જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.