News Continuous Bureau | Mumbai
Mumbai Heavy Rains: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ (Heavy Rains) નું જોર વધ્યું છે. તેથી જ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આગામી થોડા દિવસોમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એ જ રીતે આજે (મંગળવાર, 25 જુલાઈ) મુંબઈ (Mumbai) ની સાથે થાણે, રાયગઢ, રત્નાગિરી અને સિંધુદુર્ગ જિલ્લાઓમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ (Orange Alert) આપવામાં આવ્યું છે. કોંકણની સાથે પશ્ચિમ મહારાષ્ટ્ર અને વિદર્ભમાં પણ આગામી કેટલાક દિવસો સુધી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
પંચગંગા નદી જોખમના સ્તરે પહોંચી ગઈ છે
સતત ભારે વરસાદને કારણે કોલ્હાપુરમાં પંચગંગા નદી જોખમના સ્તરે પહોંચી ગઈ છે. તેથી નદી કિનારે આવેલા ગામોને તકેદારી આપવામાં આવી છે. આ પૃષ્ઠભૂમિમાં, શહેરનું તંત્ર એલર્ટ થઈ ગયું છે અને મદદ માટે છ ફાયર સ્ટેશ (Fire Station) નો સાથે ત્રણ સ્થળોએ બચાવ ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. ફાયર બ્રિગેડના 72 કર્મચારીઓ ઉપરાંત સ્થાનિક સંસ્થાઓના 15 કર્મચારીઓ તૈયાર છે. તેમની મદદ માટે ત્રણ રેસ્ક્યુ વાન, 12 બોટ, એમ્બ્યુલન્સ, ટ્રેક્ટર ટ્રોલી, વોટર પંપ પણ રાખવામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Mathura-Vrindavan Flood: શું તમે મથુરા-વૃંદાવન જવાનું વિચારી રહ્યા છો? તો પ્લાનીંગ કરતા પહેલા જાણો શું છે.. મથુરા વૃંદાવનની હાલ સ્થિતિ..
વરસાદને કારણે 2 લાખ 37 હજાર હેક્ટરમાં પાકને નુકસાન
યવતમાલ જિલ્લામાં પણ ભારે વરસાદને કારણે નદી નાળાઓમાં પૂર આવી ગયા છે. જેના કારણે ત્યાંનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. બીજી તરફ ખેતીના પાકને ભારે નુકસાન થતાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. લગભગ 237 હજાર હેક્ટર ખેતીની જમીન અને પાકને નુકસાન થયું છે. ખેડૂતોની આખી ખરીફ સિઝન વેડફાઈ ગઈ છે. આ નુકસાનના પંચનામા યુદ્ધ સ્તરે શરૂ થઈ ગયા છે.