News Continuous Bureau | Mumbai
Mumbai: મુંબઈ શહેરમાં હાલ ઠેક ઠેકાણે ખાડા પડેલા છે, મુંબઈ મેટ્રોનું ( Mumbai Metro ) કામ ચાલુ છે અને બીજી તરફ અનેક રસ્તાઓનું સમારકામ પણ ચાલી રહ્યું છે. ત્યારે પવઈ ( Powai ) વિસ્તાર ખાતે એક બાઈક સવાર નાના બાળકને બચાવવા જતાં 15 ફૂટ ખાડામાં પડ્યો.
ખાડામાં પડ્યા બાદ તેને ગંભીર ઇજાઓ પહોંચી અને અત્યાર સુધી ત્રણ જેટલી સર્જરી કરાવ્યા બાદ પણ તે પૂર્ણ રીતે સ્વસ્થ થઈ શક્યો નથી. આ પરિસ્થિતિમાં તેણે બોમ્બે હાઈકોર્ટમાં ( Bombay High Court ) મુંબઈ મહાનગરપાલિકા ( BMC ) વિરુદ્ધ એપ્લિકેશન દાખલ કરી છે. આ એપ્લિકેશન ના જવાબમાં બોમ્બે હાઈકોર્ટે મુંબઈ મહાનગરપાલિકાના કમિશનરને નોટિસ જાહેર કરી છે અને જવાબ માંગ્યો છે કે રસ્તા પર ખાડો શા માટે મોજુદ હતો.
આ સમાચાર પણ વાંચો : Mumbai Air : મુંબઈનું હવામાન તો ઠંડુ થયું પણ પ્રદૂષણ વધી ગયું. હવાની ગુણવત્તા સૌથી ખરાબ.
ઉલ્લેખનીય છે કે મુંબઈ શહેરમાં દૈનિક ધોરણે સેંકડો લોકો માર્ગ અકસ્માતને ( Road accident ) કારણે ઘાયલ થાય છે. જોકે કોઈપણ વ્યક્તિ કોર્ટના દરવાજા સુધી પહોંચતું નથી. ત્યારે બોમ્બે હાઇકોર્ટમાં દાખલ થયેલી અરજી હવે બી એમ સી ને તકલીફમાં મૂકે તેવું લાગે છે.