Mumbai Hit-and-Run: પરેલની વાડિયા હોસ્પિટલ પાસે કારની ટક્કરે અઢી વર્ષના માસૂમનું મોત, ચાલક ફરાર

બીમાર બહેનની સારવાર માટે પરિવાર હોસ્પિટલ આવ્યો હતો અને રમતા રમતા બાળક અકસ્માતનો ભોગ બન્યો, ભોઈવાડા પોલીસે સીસીટીવીના આધારે તપાસ તેજ કરી

by Tanvi
Mumbai Hit-and-Run 2.5-Year-Old Toddler Killed Near Wadia Children’s Hospital in Parel; Police Search for Absconding Driver

News Continuous Bureau | Mumbai

Mumbai Hit-and-Run મુંબઈના પરેલ વિસ્તારમાં આવેલી વાડિયા ચિલ્ડ્રન હોસ્પિટલના ગેટ પાસે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. એક અજ્ઞાત કાર ચાલકે અઢી વર્ષના માસૂમ બાળકને જોરદાર ટક્કર મારી હતી, જેમાં ગંભીર ઈજાઓ થવાને કારણે બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક મદદે આવવાને બદલે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ભોઈવાડા પોલીસે આ મામલે બેદરકારીથી વાહન ચલાવી મોત નીપજાવવાનો ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.આ અકસ્માત પરેલની બાઈ જેરબાઈ વાડિયા હોસ્પિટલ ના ગેટ નંબર ૫ પાસે બન્યો હતો. બાળકના પિતા કુર્લાના રહેવાસી છે અને ફેબ્રિકેશનનું કામ કરે છે. તેઓ તેમની ૫ વર્ષની પુત્રી ની શ્વાસની બીમારીની સારવાર માટે હોસ્પિટલમાં જ રોકાયા હતા. પુત્રી વોર્ડ નંબર ૧૧ માં દાખલ હોવાથી પત્ની અને નાનો પુત્ર પણ તેમની સાથે જ હતા.

પિતા સંબંધીની રાહ જોતા હતા અને માસૂમ રમતો હતો

પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક ના પિતા હોસ્પિટલના ગેટ પાસે તેમના સંબંધી ની રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન બાળક ગેટ નંબર ૫ ની સામે રમી રહ્યો હતો. ત્યારે જ પસાર થતી એક પૂરઝડપે આવતી કારે બાળકને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાળકના મોઢા અને કાનમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. તેને તાત્કાલિક હોસ્પિટલના આઈસીયુ (ICU) માં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ ટૂંકી સારવાર બાદ તેનું કરૂણ મોત નીપજ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : Vastu Tips: બેડની આસપાસ કે નીચે આ વસ્તુઓ રાખવાની ભૂલ ન કરતા, જાણો શું છે સાચા નિયમો.

સીસીટીવી ફૂટેજના આધારે ફરાર કાર ચાલકની શોધખોળ

અકસ્માત બાદ હોસ્પિટલ પ્રશાસને પોલીસને જાણ કરી હતી. ભોઈવાડા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બાળકના પિતા નું નિવેદન નોંધ્યું હતું. પોલીસે અજ્ઞાત વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હોસ્પિટલ અને આસપાસના વિસ્તારના સીસીટીવી (CCTV) ફૂટેજ કબજે કરવામાં આવ્યા છે, જેના આધારે કારનો નંબર અને ચાલકની ઓળખ મેળવવાના પ્રયાસો ચાલુ છે.

Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More