News Continuous Bureau | Mumbai
Mumbai Hit and Run: સપનાના શહેર મુંબઈથી ફરી એકવાર હિટ એન્ડ રનનો મામલો સામે આવ્યો છે. ગુરુવારે મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં દૂધ વેચવા જઈ રહેલા 24 વર્ષીય યુવકની બાઇકને એક ઝડપી એસયુવીએ ટક્કર મારી હતી. જેના કારણે યુવકનું મોત નીપજ્યું હતું. આ માહિતી પોલીસે આપી હતી. એસયુવી કારને એક સગીર યુવક હંકારી રહ્યો હતો. ગુરુવારે સવારે લગભગ 4 વાગ્યે આરે કોલોનીમાં આ અકસ્માત થયો હતો.
Mumbai Hit and Run: એસયુવી રોંગ સાઈડથી આવી રહી હતી
પ્રાપ્ત માહિતી અનુસાર, મુંબઈના પૂર્વ ગોરેગાંવમાં આરે કોલોની માં ટુ-વ્હીલર પર દૂધ પહોંચાડવા જઈ રહેલા 24 વર્ષીય યુવકને ગુરુવારે વહેલી સવારે 4:30 વાગ્યાની આસપાસ પુરપાટ ઝડપે આવતી કારે ટક્કર મારી હતી. પુરપાટ ઝડપે આવતી કારે ટક્કર મારતાં યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
Three, including a minor, arrested after their speeding car hit a bike in Mumbai’s Goregaon.
The bike rider died as he was being taken to the hospital. #Maharashtra #Mumbai pic.twitter.com/FnzoryQcFS
— Vani Mehrotra (@vani_mehrotra) August 30, 2024
Mumbai Hit and Run: રોગ સાઇડથી સ્પીડમાં આવતી કાર બાઈકને ટક્કર માર્યા બાદ તે પોલ સાથે અથડાઈ
રોગ સાઇડથી સ્પીડમાં આવતી કાર બાઈકને ટક્કર માર્યા બાદ તે પોલ સાથે અથડાઈ હતી. આ સમયે કારના ચાલક સહિત 4 લોકોને સામાન્ય ઈજા થઈ હતી. અકસ્માત બાદ ઘાયલોને જોગેશ્વરી પૂર્વની બાળાસાહેબ ઠાકરે હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં કેસ નોંધવામાં આવ્યો છે. ઝડપાયેલ આ કારનો ચાલક સગીર હોવાનું બહાર આવ્યું છે. દરમિયાન, હાલમાં ત્રણેય આરોપીઓ વનરાઈ પોલીસની કસ્ટડીમાં છે. કાર ચાલકના સગીર પુત્ર અને કાર ચાલકના પુત્ર બંનેના બ્લડ સેમ્પલ લઇ તપાસ માટે મોકલી આપ્યા છે. યુવકે દારૂ પીધો હતો કે નહીં તે બ્લડ ટેસ્ટ સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.
Mumbai Hit and Run: ગેરકાયદેસર રીતે ચાલતી દારૂની પાર્ટીઓ સામે પોલીસ કાર્યવાહી કરશે?
પુણે અને વરલીમાં મોડી રાતના બાર અને ક્લબ સામે પણ હિટ એન્ડ રનના કેસમાં કાર્યવાહી કરવામાં આવી હતી. હાલ વનરાઈ પોલીસ સ્ટેશનની હદમાં આવતા રોયલ પામ ખાતેના વિલામાં પણ આવી જ દારૂની પાર્ટીઓ યોજાતી હોવાની વિસ્તારના નાગરિકો દ્વારા પોલીસ સ્ટેશનમાં અનેક ફરિયાદો કરવામાં આવી હતી. પરંતુ હવે એક નિર્દોષ યુવકના મોત બાદ મોડી રાત સુધી ગેરકાયદેસર રીતે ચાલતી આ વિલામાં ચાલતી દારૂની પાર્ટીઓ સામે પોલીસ કાર્યવાહી કરશે કે કેમ તે પ્રશ્ન ઉભો થયો છે.
આ સમાચાર પણ વાંચોઃ Ecos Mobility IPO : ECOS મોબિલિટીના IPOને રોકાણકારોનો ઉત્તમ પ્રતિસાદ,માત્ર બે 9.64 વખત સબસ્ક્રાઇબ થયો; બિડિંગનો આજે છેલ્લો દિવસ..
Mumbai Hit and Run: એસયુવીએ ઓટો-રિક્ષા ચાલકને કચડી નાખ્યો હતો
આ પહેલા 14 ઓગસ્ટના રોજ મુંબઈના વર્સોવા બીચ પર સૂઈ રહેલા ઓટો-રિક્ષા ચાલકને એસયુવીએ કચડી નાખ્યો હતો. જેના કારણે તેનું મોત થયું હતું જ્યારે તેનો મિત્ર ઘાયલ થયો હતો. અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના વહેલી સવારે બની હતી.