Site icon

 Mumbai Hit and Run: મુંબઈમાં વધુ એક હિટ એન્ડ રન કેસ, રોંગ સાઇડથી આવતી SUVએ બાઇક ચાલકને મારી ટક્કર; જુઓ વિડીયો  

   Mumbai Hit and Run: મુંબઈમાં બીજી હિટ એન્ડ રનની ઘટના બની છે. વરલી બાદ હવે ગોરેગાંવમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. આ ભયાનક ઘટનામાં 24 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ગુરુવારે સવારે સાડા ચાર વાગ્યાની આસપાસ આ ભયાનક અકસ્માત થયો હતો. આ અકસ્માત બાદ વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે.

Mumbai Hit and Run Man, 24, dies after SUV driven by 17-year-old hits his bike in Mumbai

Mumbai Hit and Run Man, 24, dies after SUV driven by 17-year-old hits his bike in Mumbai

News Continuous Bureau | Mumbai

Mumbai Hit and Run: સપનાના શહેર  મુંબઈથી ફરી એકવાર હિટ એન્ડ રનનો મામલો સામે આવ્યો છે.  ગુરુવારે મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં દૂધ વેચવા જઈ રહેલા 24 વર્ષીય યુવકની બાઇકને એક ઝડપી એસયુવીએ ટક્કર મારી હતી. જેના કારણે યુવકનું મોત નીપજ્યું હતું. આ માહિતી પોલીસે આપી હતી. એસયુવી કારને એક સગીર યુવક હંકારી રહ્યો હતો. ગુરુવારે સવારે લગભગ 4 વાગ્યે આરે કોલોનીમાં આ અકસ્માત થયો હતો.  

Join Our WhatsApp Community

Mumbai Hit and Run: એસયુવી રોંગ સાઈડથી આવી રહી હતી

પ્રાપ્ત માહિતી અનુસાર, મુંબઈના પૂર્વ ગોરેગાંવમાં આરે કોલોની માં  ટુ-વ્હીલર પર દૂધ પહોંચાડવા જઈ રહેલા 24 વર્ષીય યુવકને ગુરુવારે વહેલી સવારે 4:30 વાગ્યાની આસપાસ પુરપાટ ઝડપે આવતી કારે ટક્કર મારી હતી. પુરપાટ ઝડપે આવતી કારે ટક્કર મારતાં યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

Mumbai Hit and Run: રોગ સાઇડથી સ્પીડમાં આવતી કાર બાઈકને ટક્કર માર્યા બાદ તે પોલ સાથે અથડાઈ

રોગ સાઇડથી સ્પીડમાં આવતી કાર બાઈકને ટક્કર માર્યા બાદ તે પોલ સાથે અથડાઈ હતી. આ સમયે કારના ચાલક સહિત 4 લોકોને સામાન્ય ઈજા થઈ હતી. અકસ્માત બાદ ઘાયલોને જોગેશ્વરી પૂર્વની બાળાસાહેબ ઠાકરે હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં કેસ નોંધવામાં આવ્યો છે. ઝડપાયેલ આ કારનો ચાલક સગીર હોવાનું બહાર આવ્યું છે. દરમિયાન, હાલમાં ત્રણેય આરોપીઓ વનરાઈ પોલીસની કસ્ટડીમાં છે. કાર ચાલકના સગીર પુત્ર અને કાર ચાલકના પુત્ર બંનેના બ્લડ સેમ્પલ લઇ તપાસ માટે મોકલી આપ્યા છે. યુવકે દારૂ પીધો હતો કે નહીં તે બ્લડ ટેસ્ટ સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.

Mumbai Hit and Run:  ગેરકાયદેસર રીતે ચાલતી દારૂની પાર્ટીઓ સામે પોલીસ કાર્યવાહી કરશે?

પુણે અને વરલીમાં મોડી રાતના બાર અને ક્લબ સામે પણ હિટ એન્ડ રનના કેસમાં કાર્યવાહી કરવામાં આવી હતી. હાલ વનરાઈ પોલીસ સ્ટેશનની હદમાં આવતા રોયલ પામ ખાતેના વિલામાં પણ આવી જ દારૂની પાર્ટીઓ યોજાતી હોવાની વિસ્તારના નાગરિકો દ્વારા પોલીસ સ્ટેશનમાં અનેક ફરિયાદો કરવામાં આવી હતી. પરંતુ હવે એક નિર્દોષ યુવકના મોત બાદ મોડી રાત સુધી ગેરકાયદેસર રીતે ચાલતી આ વિલામાં ચાલતી દારૂની પાર્ટીઓ સામે પોલીસ કાર્યવાહી કરશે કે કેમ તે પ્રશ્ન ઉભો થયો છે.

આ સમાચાર પણ વાંચોઃ  Ecos Mobility IPO : ECOS મોબિલિટીના IPOને રોકાણકારોનો ઉત્તમ પ્રતિસાદ,માત્ર બે 9.64 વખત સબસ્ક્રાઇબ થયો; બિડિંગનો આજે છેલ્લો દિવસ..

Mumbai Hit and Run: એસયુવીએ ઓટો-રિક્ષા ચાલકને કચડી નાખ્યો હતો

આ પહેલા 14 ઓગસ્ટના રોજ મુંબઈના વર્સોવા બીચ પર સૂઈ રહેલા ઓટો-રિક્ષા ચાલકને એસયુવીએ કચડી નાખ્યો હતો. જેના કારણે તેનું મોત થયું હતું જ્યારે તેનો મિત્ર ઘાયલ થયો હતો. અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના વહેલી સવારે બની હતી.

Kandivali Police Crackdown: કાંદિવલી પોલીસે ‘ન્યુસન્સ’ પર ફેરવ્યું બુલડોઝર: ગેરકાયદે અતિક્રમણ સાફ અને દારૂડિયાઓ પર પોલીસે કસ્યો સકંજો.
Gorai Dumping Ground Fire: ગોરાઈ ડમ્પિંગ ગ્રાઉન્ડમાં ભીષણ આગ: ધુમાડાના ગોટેગોટાથી રહીશોના શ્વાસ રૂંધાયા, કિલોમીટરો દૂર દેખાયા જ્વાળાના દ્રશ્યો.
Borivali Shocking Video: બોરીવલી: ફેરિયાઓને હટાવવા ગયેલા પાલિકા સ્ટાફે જ સામાન ગટરમાં છુપાવ્યો! ધારાસભ્ય સંજય ઉપાધ્યાયે વીડિયો જાહેર કરી BMC ની પોલ ખોલી.
Oil Smuggling Racket Mumbai: મુંબઈના મધદરિયે ઈન્ડિયન કોસ્ટ ગાર્ડની સર્જિકલ સ્ટ્રાઈક: આંતરરાષ્ટ્રીય ઓઇલ તસ્કરીના નેટવર્કનો પર્દાફાશ, 3 વિદેશી જહાજો ઝડપાયા.
Exit mobile version