Mumbai: ગૃહમંત્રી અમિત શાહ મુંબઈની મુલાકાતે, લાલબાગના રાજાના ચરણોમાં ઝુકાવ્યું શીશ, જુઓ વિડીયો..

Mumbai: Home Minister Amit Shah Visits Lalbaugcha Raja With CM Shinde, DCM Fadnavis

News Continuous Bureau | Mumbai 

Mumbai: ગૃહમંત્રી અમિત શાહ મુંબઈ (Mumbai) ની મુલાકાતે છે. આજે તેમણે લાલબાગ (Lalbaugcha Raja)ના રાજાની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી એકનાથ શિંદે (Eknath Shinde) અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) પણ લાલબાગના રાજાના દર્શન કર્યા હતા. ગૃહમંત્રી અમિત શાહ (Home Minister Amit Shah) ની મુલાકાતને પગલે લાલબાગમાં કડક સુરક્ષા (security) રાખવામાં આવી છે.

જુઓ વડીયો

અમિત શાહે સૌપ્રથમ લાલબાગના રાજાની લીધી મુલાકાત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બપોરે 2 વાગ્યે મુંબઈ એરપોર્ટ (Mumbai Airport) પર પહોંચ્યા હતા. મુંબઈમાં પ્રવેશ્યા બાદ અમિત શાહે સૌપ્રથમ લાલબાગના રાજાની મુલાકાત લીધી હતી. આ પછી અમિત શાહ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના પિતાની મુલાકાત લેશે. જે બાદ તેઓ બાંદ્રામાં આશિષ શેલાર (Ashish Shelar) ના સાર્વજનિક ગણપતિના દર્શન કરશે. ત્યાર બાદ અમિત શાહ મુંબઈ યુનિવર્સિટીમાં એક કાર્યક્રમમાં ભાગ લેશે. ત્યાર બાદ તેઓ સાંજે સાત વાગ્યે દિલ્હી જવા રવાના થશે.

આ સમાચાર પણ વાંચો : Mutual Fund Nomination Deadline: મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો આ તારીખ પહેલા કરો નોમિની એડ, નહી તો એકાઉન્ટ થશે ફ્રીઝ.. જાણો શું છે નિયમ.. વાંચો વિગતે અહીં…

શિંદે ફડણવીસ સરકાર સત્તામાં આવી

રાજ્યમાં અભૂતપૂર્વ સત્તા સંઘર્ષ થયો અને મહાવિકાસ અઘાડી સરકાર પડી ભાંગી અને શિંદે ફડણવીસ સરકાર સત્તામાં આવી. તે પછી ગયા વર્ષે અમિત શાહ પહેલીવાર પરિવાર સાથે લાલબાગના રાજાના દર્શન માટે આવ્યા હતા. તે સમયે તેમની સાથે મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડવાણીની સાથે ભાજપના મહાસચિવ વિનોદ તાવડે પણ હાજર હતા. આ વર્ષે પણ અમિત શાહ સહકુટુંબ લાલબાગના રાજાના દર્શન કરશે.