Site icon News Continuous Bureau | Mumbai

Mumbai Horse cart race : વહેલી સવારે ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર યોજાઈ ઘોડાગાડીની રેસ, વિડીયો વાયરલ થતા પોલીસ થઇ દોડતી; જુઓ વિડીયો…

Mumbai Horse cart race : પંત નગર પોલીસે વહેલી સવારે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ઘોડા-ગાડીની રેસનું આયોજન કરવા બદલ અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ FIR નોંધી છે. આ રેસનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આ ઘટના પ્રકાશમાં આવી હતી.

News Continuous Bureau | Mumbai

Mumbai Horse cart race :  મુંબઈના ઘાટકોપર વિસ્તારમાંથી એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બે ઘોડાગાડી વચ્ચે રેસ થઈ રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેટલાક લોકો વહેલી સવારે મુંબઈની સડકો રોડ પર ગેરકાયદેસર હોર્સ કાર્ટ રેસ કરતા જોવા મળે છે. આ ઘોડાગાડાની રેસમાં ઘણા લોકો ટુ વ્હીલર સાથે ઘોડાગાડી ની પાછળ જતા જોવા મળે છે. આ વીડિયો ઘાટકોપર અને મુલુંડ વચ્ચેના ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેનો જણાવવામાં આવી રહ્યો છે. 

Join Our WhatsApp Channel

 Mumbai Horse cart race : જુઓ વિડીયો 

Mumbai Horse cart race : ઘણા યુવા  ઇવેન્ટમાં જોડાયા 

મળતા અહેવાલો મુજબ રેસની શરૂઆત ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર અદાણી બિલ્ડીંગ પાસે, ઘાટકોપર ઈસ્ટમાં પોલીસ પેટ્રોલ પંપની નજીક થઈ હતી. ઘોડા ગાડીઓ ઉપરાંત, ઘણા યુવા સહભાગીઓ મોટરસાયકલ અને કાર સાથે ઇવેન્ટમાં જોડાયા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો હતો.  આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો હતો, જેમાં એક વ્યક્તિએ મુંબઈ પોલીસને ટેગ કરી હતી અને ટિપ્પણી કરી હતી કે જ્યારે ઘોડાની રેસ ચાલી રહી હતી ત્યારે પોલીસ “ઊંઘી રહી હતી”.

Mumbai Horse cart race : પોલીસે કરી આ કાર્યવાહી

વિડીયો વાયરલ થતા પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે. પોલીસે આ વીડિયોના આધારે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. ઈસ્ટર્ન એક્સપ્રેસ વે પર ગેરકાયદે ઘોડાગાડી રેસનું આયોજન અને તેમાં ભાગ લેનાર વ્યક્તિઓ વિરુદ્ધ પંતનગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પંતનગર પોલીસે નોંધાવેલી ફરિયાદ મુજબ, મંગળવારે સવારે 3:00 થી 4:00 AM વચ્ચે રેસ થઈ હતી. આરોપીઓએ ઘાટકોપર પશ્ચિમના ફાતિમા ક્રિશ્ચિયન કોમ્યુનિટી હોલમાં ગેરકાયદેસર ઘોડાગાડી રેસનું આયોજન કર્યું હતું.

આ સમાચાર પણ વાંચો:   ખેડૂતોને મોટી રાહત, સરકારે અધધ આટલા લાખ રૂપિયા સુધીની લોન માફીની કરી જાહેરાત; પ્રોપર્ટી ગીરવે રાખ્યા વિના જ મળશે લોન.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Mumbai Floods કેમ દર વર્ષે ચોમાસામાં ડૂબે છે માયાનગરી મુંબઈ? કરોડોના ખર્ચ પછી પણ હાલ ‘બેહાલ’; જાણો કડવી વાસ્તવિકતા
Open Manholes in Ghatkopar સાકીનાકા જેવી હોનારતની રાહ? ઘાટકોપરમાં પાલિકાએ ખુલ્લા મેનહોલ પર માત્ર લાકડી બાંધી, મુંબઈગરા રામ ભરોસે?!
Missing Link Potholes Missing Link Potholes મુંબઈપુણે ‘મિસિંગ લિંક’ પર ખડ્ડા પડતા વિવાદ; દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, ‘આ તો માત્ર ટેસ્ટિંગ છે!’
Under Construction Site Collapse in Bhandup મુંબઈમાં વરસાદનો કહેર ભાંડુપમાં અંડરકન્સ્ટ્રક્શન સાઈટ પર માળખું ધરાશાયી, સુરક્ષા વ્યવસ્થા પર ઉઠ્યા સવાલો
Exit mobile version