Site icon News Continuous Bureau | Mumbai

RBI Agricultural Loan: ખેડૂતોને મોટી રાહત, સરકારે અધધ આટલા લાખ રૂપિયા સુધીની લોન માફીની કરી જાહેરાત; પ્રોપર્ટી ગીરવે રાખ્યા વિના જ મળશે લોન.

RBI Agricultural Loan: ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. સેન્ટ્રલ બેંકે ખેડૂતો માટે કોલેટરલ ફ્રી લોન મર્યાદામાં વધારો કર્યો છે. હવે ખેડૂતો કંઈપણ ગીરવે રાખ્યા વગર 2 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકશે. અગાઉ આ મર્યાદા 1.6 લાખ રૂપિયા હતી, જેને RBIએ વર્ષ 2019માં વધારી હતી. પાંચ વર્ષ બાદ આવા પગલાને ખેડૂતો માટે મોટી રાહત તરીકે જોવામાં આવી રહ્યું છે.

News Continuous Bureau | Mumbai

RBI Agricultural Loan:રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે તેમની છેલ્લી નાણાકીય નીતિમાં ખેડૂતોને મોટી રાહત આપી છે. રિઝર્વ બેંક  (RBI) એ હવે ખેડૂતોને વધતી મોંઘવારીથી રાહત આપવા માટે ગેરંટી વગર 2 લાખ રૂપિયા સુધીની લોન આપવાની જાહેરાત કરી છે. હાલમાં આ મર્યાદા 1.6 લાખ રૂપિયા છે. અગાઉ, સતત 11મી વખત, RBIએ રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે રેપો રેટ 6.5 ટકા પર રહેશે. બીજી તરફ સરકારે કેશ રિઝર્વ રેશિયો ઘટાડીને 4 ટકા કર્યો છે. જેના કારણે દેશની બેંકોને 1.15 લાખ કરોડ રૂપિયાનું બૂસ્ટ મળશે.

Join Our WhatsApp Channel

RBI Agricultural Loan: ખેડૂતોને મોટી રાહત

નાણાકીય નીતિની સમીક્ષા વિશે માહિતી આપતા આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું છે કે મોંઘવારી અને કૃષિમાં વપરાતા કાચા માલની કિંમતમાં વધારાને ધ્યાનમાં રાખીને ગેરંટી મુક્ત કૃષિ લોનની મર્યાદા 1.6 લાખ રૂપિયાથી વધારીને 2 લાખ સુધી કરવાનો નિર્ણય લેવામાં આવ્યોછે. તેમણે કહ્યું કે આનાથી નાના અને સીમાંત ખેડૂતોનો નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન લેવાનો અવકાશ વધશે. 2010માં આરબીઆઈએ કોઈપણ ગેરંટી વિના કૃષિ ક્ષેત્રને આપવા માટે 1 લાખ રૂપિયાની મર્યાદા નક્કી કરી હતી. બાદમાં 2019માં તે વધારીને 1.6 લાખ રૂપિયા કરવામાં આવી હતી. આરબીઆઈએ કહ્યું કે આ અંગે ટૂંક સમયમાં પરિપત્ર જારી કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો:  Farmers Protest : આજે ફરી ખેડૂતો ની ‘દિલ્હી કૂચ’, અંબાલાથી દિલ્હી સુધી એલર્ટ, આ તારીખ સુધી ઈન્ટરનેટ પર પ્રતિબંધ; જુઓ વિડીયો

RBI Agricultural Loan: 11મી વખત રેપો રેટ યથાવત 

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ શુક્રવારે ચાલુ નાણાકીય વર્ષની પાંચમી નાણાકીય નીતિની બેઠકમાં સતત 11મી વખત નીતિ દરમાં કોઈ ફેરફાર કર્યો ન હતો અને તેને 6.5 ટકા પર યથાવત રાખ્યો હતો. જોકે, અર્થતંત્રમાં રોકડ વધારવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્રીય બેંકે CRR (કેશ રિઝર્વ રેશિયો) 4.5 ટકાથી ઘટાડીને ચાર ટકા કર્યો છે. આ પગલાથી બેંકોમાં 1.16 લાખ કરોડ રૂપિયાની વધારાની રોકડ ઉપલબ્ધ થશે.

RBI Agricultural Loan: આર્થિક વૃદ્ધિ દરનો અંદાજ 7.2 ટકાથી ઘટાડીને 6.6 ટકા

CRR હેઠળ, વ્યાપારી બેંકોએ તેમની થાપણોનો ચોક્કસ હિસ્સો કેન્દ્રીય બેંક પાસે રોકડ અનામત તરીકે રાખવાનો હોય છે. આ સાથે, વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, આરબીઆઈએ ચાલુ નાણાકીય વર્ષ માટે આર્થિક વૃદ્ધિ દરનો અંદાજ 7.2 ટકાથી ઘટાડીને 6.6 ટકા કર્યો છે. આરબીઆઈએ ચાલુ નાણાકીય વર્ષમાં છૂટક મોંઘવારીનો અંદાજ પણ 4.5 ટકાથી વધારીને 4.8 ટકા કર્યો છે.

 

 

Donkey Farming Scheme હવે ગધેડા પાલન બનશે નફાકારક બિઝનેસ કેન્દ્ર સરકાર આપી રહી છે ૫૦% સબસિડી, ₹૫૦ લાખ સુધીની મળશે આર્થિક સહાય!
India Shifts LPG Imports યુદ્ધ સંકટ વચ્ચે રસોઈ ગેસની અછત નહીં થાય; ભારતની સરકારી ઓઈલ કંપનીઓએ આ દેશ સાથે હાથ મિલાવ્યા
India Forex Reserves Fall ઐતિહાસિક સપાટીએથી પાછળ હટ્યું ફોરેક્સ સાપ્તાહિક ધોરણે અબજો ડોલરનો ઘટાડો નોંધાયો; વૈશ્વિક બજારના દબાણ વચ્ચે રિઝર્વ બેંકના આંકડા જાહેર
Bank Strike September 2026 બેંક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ ૨૮ થી ૩૦ સપ્ટેમ્બર સુધી બેંકો બંધ રહેવાની શક્યતા, શું તમારા પગાર પર થશે અસર?
Exit mobile version