ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
14 સપ્ટેમ્બર 2020
કોરોના થી લોકડાઉનમાં થોડી રાહત મળતાં જ બોરીવલીમાં આઈ સી કોલોની અને તેના આસપાસના વિસ્તારોમાં ઘરફોડ અને ચેન ખેંચવાના બનાવોમાં વધારો નોંધાયો છે. આથી હવે સ્થાનિક રહેવાસીઓએ પોલીસ સાથે ભેગા મળી એક વોટ્સએપ વોચ ગ્રુપ દ્વારા સંપર્કમાં રહેશે. આ માટે આઈ.સી. કોલોનીના રહેવાસીઓ, પોલીસ અને ભૂતપૂર્વ નગરસેવક સાથે મળી એક મિટિંગ પણ યોજી હતી. જેમાં નિર્ણય લેવાયો કે તેઓની સોસાયટીના વોચમેન રાતના સમયે ગલીઓમાં ચોકી કરશે. સાથે વધારાના સીસીટીવી કેમેરા અને એલાર્મ પણ ફિક્સ કરવામાં આવશે. સ્થાનિક પોલીસના સહયોગથી એક વોચ ગોઠવવામાં આવશે જેમાં રાતના ડ્યુટી પર હાજર રહેનાર પોલીસ ની તમામ વિગતો શેર કરવામાં આવશે. જેથી જરૂરિયાતના સમયે સ્થાનિકો પોલીસને જાણ કરી મદદ મેળવી શકે.
પાછલા એક સપ્તાહમાં ત્રણ ઘરમાં ચોરી થઈ છે જેમાંથી બે બનાવ એક જ રાતના બની છે. આથી હવે નક્કી કરવામાં આવ્યું છે કે સ્થાનિક સોસાયટી ના વોચમેન વોચ રાખશે. તેમજ વૉચ ગ્રૂપમાં રાતના ડ્યુટી પર હાજર રહેનાર પોલીસ ની તમામ વિગતો શેર કરવામાં આવશે. જેથી કરીને જરૂરિયાતના સમયે સ્થાનિકો પોલીસને જાણ કરી મદદ મેળવી શકે. જ્યારે બીજી ઘટનામાં ચોરી થતાં પહેલા પાડોશી નું ધ્યાન જતા ચોર સફળ રહ્યા ન હતા. આઈ સી કોલોની વિસ્તારમાં જ ધોળે દિવસે ચેન ચોરીના પણ બનાવો નોંધાયા છે.
અહીં 1980થી વસવાટ કરતા એક સ્થાનિકે જણાવ્યું કે આ પહેલા આવી ઘટનાઓ ક્યારેય બની નથી. લોકડાઉન ને કારણે અનેક લોકો ઘર બંધ કરી વતન જતા રહ્યા છે. જ્યારે કેટલાક કોરોના સામે લડી રહ્યા છે. આથી જ આ વિસ્તારના લોકોએ ભૂતપૂર્વ નગરસેવકની મદદ લઇ એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે. જેમાં સ્થાનિક પોલીસને પણ સમાવવામાં આવી છે અને આ રીતે નવા જમાનાના ડિજિટલ સગવડ નો સહારો લઇ પરેશાનીથી મુક્તિ મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.