Site icon

મુંબઈના બોરીવલીમાં ચોરી ઘરફોડના બનાવોમાં અચાનક વધારો, રહેવાસીઓ-પોલીસ વોટ્સએપ વોચ ગ્રુપ દ્વારા સંપર્કમાં રહેશે..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

14 સપ્ટેમ્બર 2020 

કોરોના થી લોકડાઉનમાં થોડી રાહત મળતાં જ બોરીવલીમાં આઈ સી કોલોની અને તેના આસપાસના વિસ્તારોમાં ઘરફોડ અને ચેન ખેંચવાના બનાવોમાં વધારો નોંધાયો છે. આથી હવે સ્થાનિક રહેવાસીઓએ પોલીસ સાથે ભેગા મળી એક વોટ્સએપ વોચ ગ્રુપ દ્વારા સંપર્કમાં રહેશે. આ માટે આઈ.સી. કોલોનીના રહેવાસીઓ, પોલીસ અને ભૂતપૂર્વ નગરસેવક સાથે મળી એક મિટિંગ પણ યોજી હતી. જેમાં નિર્ણય લેવાયો કે તેઓની સોસાયટીના વોચમેન રાતના સમયે ગલીઓમાં ચોકી કરશે. સાથે વધારાના સીસીટીવી કેમેરા અને એલાર્મ પણ ફિક્સ કરવામાં આવશે. સ્થાનિક પોલીસના સહયોગથી એક વોચ ગોઠવવામાં આવશે જેમાં રાતના ડ્યુટી પર હાજર રહેનાર પોલીસ ની તમામ વિગતો શેર કરવામાં આવશે. જેથી  જરૂરિયાતના સમયે સ્થાનિકો પોલીસને જાણ કરી મદદ મેળવી શકે. 

પાછલા એક સપ્તાહમાં ત્રણ ઘરમાં ચોરી થઈ છે જેમાંથી બે બનાવ એક જ રાતના બની છે. આથી હવે નક્કી કરવામાં આવ્યું છે કે સ્થાનિક સોસાયટી ના વોચમેન વોચ રાખશે. તેમજ વૉચ ગ્રૂપમાં રાતના ડ્યુટી પર હાજર રહેનાર પોલીસ ની તમામ વિગતો શેર કરવામાં આવશે. જેથી કરીને જરૂરિયાતના સમયે સ્થાનિકો પોલીસને જાણ કરી મદદ મેળવી શકે. જ્યારે બીજી ઘટનામાં ચોરી થતાં પહેલા પાડોશી નું ધ્યાન જતા ચોર સફળ રહ્યા ન હતા. આઈ સી કોલોની વિસ્તારમાં જ ધોળે દિવસે ચેન ચોરીના પણ બનાવો નોંધાયા છે.

અહીં 1980થી વસવાટ કરતા એક સ્થાનિકે જણાવ્યું કે આ પહેલા આવી ઘટનાઓ ક્યારેય બની નથી. લોકડાઉન ને કારણે અનેક લોકો ઘર બંધ કરી વતન જતા રહ્યા છે. જ્યારે  કેટલાક કોરોના સામે લડી રહ્યા છે. આથી જ આ વિસ્તારના લોકોએ ભૂતપૂર્વ નગરસેવકની મદદ લઇ એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે. જેમાં સ્થાનિક પોલીસને પણ સમાવવામાં આવી છે અને આ રીતે નવા જમાનાના ડિજિટલ સગવડ નો સહારો લઇ પરેશાનીથી મુક્તિ મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

Mumbai Vidhan Bhavan Bomb Threat: વિધાનભવનને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ દોડતી થઈ, બજેટ સત્રની કાર્યવાહી પહેલા ચુસ્ત પોલીસ બંદોબસ્ત
Mysterious Death in Mumbai: ગોવંડીમાં કારમાંથી મળી આવ્યો પુરુષનો રહસ્યમય મૃતદેહ: હત્યા કે આત્મહત્યા? પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહમાં
Medical Student Suicide Mumbai: મુંબઈમાં મેડિકલ વિદ્યાર્થિનીનો આપઘાત: 6 પાનાની સુસાઈડ નોટમાં પ્રેમીનો ત્રાસ અને ‘શ્રદ્ધા વાલકર’ જેવો ડર વ્યક્ત કર્યો
Malad Extortion: મલાડ ખંડણી કેસમાં મોટો ખુલાસો: બિશ્નોઈ ગેંગના નામે ₹5 કરોડ માંગનાર સગો ભત્રીજો જ નીકળ્યો, ગુરુગ્રામથી થઈ ધરપકડ
Exit mobile version