News Continuous Bureau | Mumbai
Mumbai : એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અને ભારતના અગ્રણી ઉદ્યોગપતિ એ વાયબ્રન્ટ ગુજરાત કાર્યક્રમમાં ( Vibrant Gujarat programme ) ગુજરાતને પોતાની માતૃભૂમિ અને કારકિર્દી ગણાવી છે. આ કાર્યક્રમ અંતર્ગત મુકેશ અંબાણીએ ( Mukesh Ambani ) એક નિવેદન આપ્યું હતું કે રિલાયન્સ ગુજરાતી કંપની હતી, છે અને રહેશે. મુકેશ અંબાણીના આ નિવેદન બાદ મનસે દ્વારા તેને આકરો જવાબ આપવામાં આવ્યો છે. MNS નેતા સંદીપ દેશપાંડેએ આ મુદ્દે જવાબ આપ્યો હતો કે “જો તમારી કંપની માત્ર ગુજરાતી કંપની છે, તો બધું સમેટી લો અને ગુજરાત જાવ, તમે અહીં મહારાષ્ટ્રમાં શું કરો છો”.
પ્રાપ્ત માહિતી મુજબ, સંદિપ દેશપાંડેએ ( Sandeep Deshpande ) વધુમાં કહ્યું હતું કે, અમે માનતા હતા કે રિલાયન્સ એક ભારતીય કંપની છે. પરંતુ અંબાણીએ ગઈ કાલે સ્પષ્ટ કર્યું હતું કે ( Reliance ) રિલાયન્સ ગુજરાતની ( Gujarat ) કંપની છે. જો તમારી કંપની ગુજરાતની જ હોય તો તમે મહારાષ્ટ્રમાં કેમ આવ્યા? કારણ કે તમારા વ્યાપાર ( Business ) માટે, તો મહારાષ્ટ્રની જમીનનો જ ઉપયોગ થઈ રહ્યો છે.. એવો પ્રશ્ન પણ દેશપાંડેએ ઉઠાવ્યો હતો.
અમે મહારાષ્ટ્રના મુદ્દે લડીએ છીએ એટલે આખો દેશ અમને સંકુચિત કહે છે: દેશપાંડે…
એક અહેવાલના જણાવ્યા અનુસાર, મનસેના નેતાએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, જો તમારો મહારાષ્ટ્ર સાથે કોઈ સંબંધ નથી, તો એન્ટિલિયાને સમેટી લો અને ગુજરાત જાઓ. દેશપાંડેએ વધુમાં મરાઠી લોકોને આ અંગે વિનંતી કરતા કહ્યું હતું કે, તેઓ ગુજરાતની આ કંપની પાસેથી કોઈ વસ્તુ ન ખરીદે. જો મુકેશ અંબાણીનો હેતુ કેવળ ગુજરાતનો વિકાસ કરવાનો છે. તો તમે મહારાષ્ટ્રમાં શું કરી રહ્યા છો?
આ સમાચાર પણ વાંચો : Artificial Intelligence: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, અંગ્રેજી ભાષાના શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણમાં ભારત યુ.કે. સહયોગ પર ભવિષ્યની પુનઃકલ્પના વિષયક કન્ટ્રી પરિસંવાદ યોજાયો
ઉલ્લેખનીય છે કે વાયબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુકેશ અંબાણીના બાજુમાં હાજર હતા, ત્યારે અંબાણીએ આ નિવેદન આપ્યું હતું. આ અંગે મનસેના નેતા સંદિપ દ્વારા જણાવાયુ હતું કે, વડા પ્રધાને અંબાણીને કહેવું જોઈતું હતું કે તમારી કંપની માત્ર ગુજરાતની જ નહીં પણ એક ભારતીય કંપની છે. શું વડાપ્રધાન માત્ર ગુજરાતના જ છે, આખા દેશના નથી? એવો પ્રશ્ન પણ મનસેના નેતાએ ઉઠાવ્યો હતો. અમે મહારાષ્ટ્રના મુદ્દે લડીએ છીએ એટલે આખો દેશ અમને સંકુચિત કહે છે. પરંતુ કોણ સંકોચાઈ રહ્યું છે તે સ્પષ્ટ થઈ ગયું છે. વધુમાં મનસે નેતાએ એવો પણ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે મરાઠી લોકો આ અંગે જાગૃત બને તે ખુબ જરૂરી છે
મરાઠી માણસની જમીનો ગુજરાતીઓ વેપાર માટે ખરીદે છે. તેથી મરાઠી માણસ પાસેથી તેમની જમીન જાય છે. જોકે ગુજરાતીઓને આનો ફાયદો થાય છે. વધુમાં મનસે નેતાએ એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે એક પણ મરાઠી વ્યક્તિને ગુજરાતીઓ પાસેથી રોજગારી મળતી નથી.