News Continuous Bureau | Mumbai
Mumbai : જોકે હવે જે આંકડો સામે આવ્યો છે તે ચોંકાવનારો છે. આ આંકડો બેસ્ટ બસમાં ( best bus ) મોબાઈલ ( mobile ) ભૂલી જનાર લોકો અને તેની કિંમત સંદર્ભનો છે. બેસ્ટ ( best ) દ્વારા જાહેર કરવામાં આવેલા કડક ગત ત્રણ વર્ષમાં 2,327 મોબાઈલ ફોન લોકો ભૂલી ગયા છે. આમાંથી અનેક ફોન લોકોને પરત પણ મળ્યા છે આશરે 1000 જેટલા લોકોને પોતાનો મોબાઈલ પાછો મળ્યો છે. બેસ્ટ દ્વારા દરેક બસ ડેપોમાં જાહેરાત કરવામાં આવે છે કે ભૂલી ગયેલા મોબાઇલ સંદર્ભે કોઈ ભાળ મળે તો જણાવવામાં આવે અથવા તે મોબાઇલ પાછો લઈ જવામાં આવે. પરંતુ આશરે એક કે બે મહિના સુધી કોઈ જવાબ ન મળ્યા પછી તે મોબાઇલને ભંગારમાં ( scrap ) વેચી નાખવામાં આવે છે.
આ સમાચાર પણ વાંચો : Kashi Tamil Sangamam: કાશી તમિલ સંગમમના બીજા તબક્કાના તમિલ પ્રતિનિધિમંડળની બીજી બેચે શ્રી કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત લીધી.
માત્ર મોબાઇલ નહીં બ્લુટુથ, ઈયરફોન, કીબોર્ડ તેમજ માઉસ, પાવર બેંક, લેપટોપ, કેમેરા સ્ટેન્ડ અને કીબોર્ડ તેમજ કેલ્ક્યુલેટર પણ લોકો બસમાં ભૂલી જાય છે.
લ્યો કહો, મુંબઈ વાસીઓ કેટલા ભૂલક્કડ?