ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 જુલાઈ 2021
બુધવાર
મુંબઈમાં ગેરકાયદે ઝૂંપડાંઓની સંખ્યા પર મુંબઈ મહાનગરપાલિકાનો કોઈ અંકુશ નથી. પાલિકાએ ઝૂંપડાંઓને ફક્ત 14 ફૂટ ઊંચાઈ સુધીની મંજૂરી આપી છે. છતાં મોટા ભાગના વિસ્તારમાં બેથી ચાર માળના ઝૂંપડાંઓ ઊભાં થઈ ગયાં છે, ત્યારે મુંબઈ હાઈ કોર્ટે મુંબઈમાં 14 ફૂટથી ઊંચાં અને એક માળ કરતાં વધુ હોય એવાં ઝૂંપડાંઓની માહિતી પાલિકા પાસે માગી છે.
હાઈ કોર્ટમાં હાલ ઝૂંપડાં સંદર્ભમાં સુનાવણી ચાલી રહી છે. એ દરમિયાન 2000ની સાલ સુધીના ગેરકાયદે બાંધકામને નિયમિત કરવાની રાજ્ય સરકારની નીતિની કોર્ટે ટીકા કરી હતી. સુનાવણી દરમિયાના આવા ગ્રાઉન્ટ પ્લસ ટુ અને એનાથી ઊંચા મકાન તોડવા શક્ય ન હોવાની રજૂઆત રાજ્ય સરકાર તરફથી કરવામાં આવી હતી.
માલવણીમાં થોડા દિવસ પહેલાં ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળનું મકાન તૂટી પડ્યું હતું. એ સંદર્ભે કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. એ દરમિયાન ફક્ત માલવણી પરિસરમાં જ 8,485 બાંધકામ છે, એમાંથી 1400 જ બાંધકામ 14 ફૂટ ઊંચા અને ગ્રાઉન્ડ પ્લસ વન હોવાની માહિતી કોર્ટને આપવામાં આવી હતી.
APMC માર્કેટની સુરક્ષા ખતરામાં, ટ્રકમાં બ્લાસ્ટ થયો; જાણો વિગત
સરકારે ઝૂંપડાંઓને બાંધવા આપેલી મંજૂરીને લઈને કોર્ટે આકરી ટીકા કરી હતી. કોર્ટે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં જ અતિક્રમણને મંજૂરી છે અને વળતામાં તેમને મફતમાં ઘર પણ આપવામાં આવે છે. સરકાર અને પાલિકા તરફથી ઝૂંપડાં સમસ્યા છે, પણ શહેરને કાર્યરત રાખવા એની જરૂર છે એવી દલીલ કરવામાં આવી હતી. એની સામે કોર્ટે સિંગાપોરમાં એક પણ ઝૂંપડું ન હોવાનું ઉદાહરણ પણ આપ્યું હતું.