Airport Job Scam Mumbai: એરપોર્ટ પર નોકરીની લાલચ આપી યુવતી સાથે ₹૭૧,૦૦૦ની છેતરપિંડી: ‘ગેટ પાસ’ થી લઈને ‘યુનિફોર્મ’ ના નામે પડાવ્યા રૂપિયા

મુંબઈની ૨૧ વર્ષીય યુવતી સાયબર ઠગોની જાળમાં ફસાઈ, એન્ટોપ હિલ પોલીસ સ્ટેશનમાં BNS અને IT એક્ટ હેઠળ ગુનો દાખલ.

by samadhan gothal
Chembur Property Scam। ચેમ્બુરમાં મિલકત પચાવી પાડવાનું કૌભાંડ નકલી ‘રિલીઝ ડીડ’ બનાવી વૃદ્ધાની દુકાન વેચી મારી

News Continuous Bureau | Mumbai

Airport Job Scam Mumbai શિક્ષિત બેરોજગારોને નિશાન બનાવતી સાયબર ગુનેગારોની ટોળકીએ મુંબઈની એક ૨૧ વર્ષીય યુવતી સાથે ₹૭૧,૧૫૦ની છેતરપિંડી કરી છે. એરપોર્ટ પર પ્રતિષ્ઠિત એરલાઇન્સમાં નોકરી મળવાની લાલચમાં યુવતીએ પોતાની મહેનતની કમાણી ગુમાવી દીધી છે. એન્ટોપ હિલ પોલીસે આ મામેલ ગુનો નોંધી જે બેંક ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર થયા છે તેની તપાસ તેજ કરી છે.

કેવી રીતે શરૂ થઈ છેતરપિંડીની જાળ?

પીડિત યુવતીએ એક જોબ પોર્ટલ પર પોતાની પ્રોફાઇલ અપલોડ કરી હતી, જેનો લાભ ઉઠાવી ઠગબાજોએ તેનો સંપર્ક કર્યો હતો. યુવતીને જણાવવામાં આવ્યું હતું કે તેની પસંદગી એક મોટી એરલાઇન્સમાં થઈ છે. વિશ્વાસ જીતવા માટે શરૂઆતમાં એરપોર્ટ ઇન્ટરવ્યુ માટે ‘ગેટ પાસ’ બનાવવાના બહાને માત્ર ₹૧,૬૫૦ ક્યૂઆર કોડ (QR Code) દ્વારા મંગાવ્યા હતા. એકવાર વિશ્વાસ બેસી ગયા બાદ ઠગોએ અલગ-અલગ ચાર્જિસ વસૂલવાનું શરૂ કર્યું હતું.

યુનિફોર્મ અને ડિપોઝિટના નામે ટુકડે-ટુકડે પડાવ્યા નાણાં

ઠગબાજોએ અત્યંત આયોજનબદ્ધ રીતે યુવતી પાસેથી નીચે મુજબના વ્યવહારો કરાવ્યા હતા:
યુનિફોર્મ સિક્યુરિટી ડિપોઝિટ: ₹૧૫,૫૦૦
ડોક્યુમેન્ટેશન ચાર્જ: ₹૨૫,૫૧૦
કિટ ફી: ₹૨૮,૫૦૦
કુલ ₹૭૧,૧૫૦ પડાવ્યા બાદ જ્યારે યુવતીએ જોઈનિંગ લેટર વિશે પૂછ્યું, ત્યારે ઠગોએ પોતાના ફોન સ્વીચ ઓફ કરી દીધા હતા અને વોટ્સએપ પર બ્લોક કરી સંપર્ક તોડી નાખ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : Diva Station Ticket Checking: દિવા સ્ટેશન પર રેલવેની ‘ફોર્ટ્રેસ ચેક’: ટિકિટ વગરના ૪૦૫ મુસાફરો ઝડપાયા, ₹૯૬ હજારથી વધુનો દંડ વસૂલાય

પોલીસ કાર્યવાહી અને સાયબર હેલ્પલાઇન

છેતરપિંડીનો અહેસાસ થતા યુવતીએ તાત્કાલિક સાયબર હેલ્પલાઇન ૧૯૩૦ પર જાણ કરી હતી. એન્ટોપ હિલ પોલીસે ‘ભારતીય ન્યાય સંહિતા’ (BNS) અને ‘IT એક્ટ’ ની કલમ 66(D) હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે યુવાનોને ચેતવણી આપી છે કે કોઈપણ પ્રતિષ્ઠિત એરલાઇન્સ કે કંપની નોકરી આપવા માટે ક્યારેય ગેટ પાસ કે યુનિફોર્મ માટે એડવાન્સ પૈસા માંગતી નથી. આવા ફેક કોલ્સ અને ક્યૂઆર કોડથી સાવધ રહેવું જોઈએ.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More