ન્યૂઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 9 એપ્રિલ 2021
શુક્રવાર
મુંબઇના કાંદિવલી વિસ્તારમાં મુંબઈ મહાનગરપાલિકા દ્વારા એક અત્યાધુનિક અને આંતરરાષ્ટ્રીય કક્ષાનો સ્વિમિંગ પુલ બનાવવામાં આવ્યો છે. વર્ષ 2012માં જ્યારે કાંદિવલી પશ્ચિમ વિસ્તારમાં શૈલજા ગિરકર નગરસેવિકા હતાં તે સમયે કાંદીવલી પશ્ચિમમાં એમજી રોડ ખાતે આવેલા સ્વિમિંગ પુલ ને નવો બનાવવા સંદર્ભે પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો. આખરે વર્ષ 2017માં તેનું ભૂમિપૂજન થયું. હવે વર્ષ ૨૦૨૧ માં આ સ્વિમિંગ પૂલ બની ને પૂરી રીતે તૈયાર છે. આની ખાસિયત એ છે કે સ્વિમિંગ પુલ ને ઓલિમ્પિક દર્જા નો બનાવવામાં આવ્યો છે. અહીં ફક્ત સ્વિમિંગ પૂલ જ નહીં પરંતુ તેની સાથે ટેનિસ કોર્ટ અને કેફેટેરીયા પણ છે. આ ઉપરાંત એક સ્ટેડિયમ પ્રમાણે બેસવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અહીં આખો સમય કોચની મદદ મળી રહે તે માટે એક સ્ટાફ ક્વાર્ટર્સ બનાવવામાં આવ્યું છે.
મુંબઈ મહાનગરપાલિકાએ સ્વિમિંગ પુલ બનાવવા માટે દસ કરોડ રૂપિયાનું અલાયદુ પણ રાખ્યું હતું. જોકે સ્વિમિંગ પુલની સાથે અન્ય વાસ્તુ પણ બનાવવાને કારણે અહીં ખર્ચ અનેક ગણો વધી ગયો છે.
લીના દહેરેકરે જણાવ્યું કે કોરોના કાર હોવાને કારણે મુંબઈ મહાનગરપાલિકાએ તમામ સ્વિમિંગ પુલ ને બંધ રાખવાના આદેશ આપ્યા છે. આ ઉપરાંત કાંદીવલી નો સ્વિમિંગપુલ બનીને તૈયાર છે માત્ર તેને પાણીનું જોડાણ આપવાનું બાકી છે. હવે કોરોનાનો અઘરો સમય પતી ગયા બાદ આ સ્વિમિંગ પૂલ લોકો માટે ઉપલબ્ધ રહેશે.