News Continuous Bureau | Mumbai
Mumbai water cut : ગત 1 જુલાઈથી પાણી કાપનો સામનો કરી રહેલા મુંબઈકરો(Mumbaikars) ને ઓગસ્ટમાં રાહત મળી શકે છે. BMCના એક અધિકારીએ જણાવ્યું હતું કે જો તમામ સાત સરોવરો, ખાસ કરીને અપર વૈતરણા, મધ્ય વૈતરણા અને ભાતસામાં પાણીનો જથ્થો 75 થી 80 ટકા હોય તો મુંબઈમાં પાણી કાપ(Water cut) રદ કરી શકાય છે. જે રીતે સરોવરોનું જળસ્તર(Water level) વધી રહ્યું છે તે જોતાં એવી ધારણા છે કે 10 થી 15 ઓગસ્ટની વચ્ચે મુંબઈમાં પાણી કાપ રદ કરવાની જાહેરાત થઈ શકે છે.
મુંબઈને પાણી પૂરું પાડતા સાત તળાવોમાંથી ચોથો મોડક સાગર ગુરુવારે મોડી રાત્રે ઓવરફ્લો થવા લાગ્યો હતો. અગાઉ તુલસી, વિહાર અને તાનસા તળાવો પણ ઓવરફ્લો થઈ ગયા છે. મુંબઈને પાણી પહોંચાડતા તળાવ વિસ્તારોમાં સતત સારો વરસાદ થઈ રહ્યો છે. શુક્રવારે સવારે 6 વાગ્યા સુધીમાં, મુંબઈને પાણી પૂરું પાડતા સાત તળાવોમાં 985130 MLD પાણીનો સંગ્રહ થયો છે, જે તળાવોની કુલ સંગ્રહ ક્ષમતાના 68.06 ટકા છે. મુંબઈને અપર વૈતરણા, મોડક સાગર, તાનસા, મધ્ય વૈતરણા, ભાતસા, વિહાર અને તુલસી તળાવમાંથી દરરોજ 3850 MLD પાણી પૂરું પાડવામાં આવે છે. આ તળાવોની કુલ સંગ્રહ ક્ષમતા 14,47363 MLD છે.
આ સમાચાર પણ વાંચો : Disney+ Hotstar : કરોડો યુઝર્સને ઝટકો! Netflix ના રસ્તે હવે Disney+ Hotstar, કરી શકે છે આ નિર્ણય..
આઠ દિવસમાં આ ચાર તળાવો ભરાયા
20 જુલાઈએ બપોરે 1.25 વાગ્યે તુલસી તળાવ ઓવરફ્લો થયું હતું.
26મી જુલાઈના રોજ બપોરે 12:48 વાગ્યે વિહાર તળાવ સંપૂર્ણપણે ભરાઈ ગયું હતું.
26 જુલાઈના રોજ સવારે 4:35 વાગ્યે તાનસા તળાવ ઓવરફ્લો થઈ ગયું હતું.
મોડક સાગર પણ 27 જુલાઈએ રાત્રે 10.52 કલાકે ઓવરફ્લો થયો હતો.
28 જુલાઈના રોજ તળાવોમાં પાણીનો જથ્થો
વર્ષ 2023 – 8,52,957 MLD – 68.06 ટકા
વર્ષ 2022 – 1276116 MLD – 88.17 ટકા
વર્ષ 2021 – 1013870 MLD – 70.05 ટકા