News Continuous Bureau | Mumbai
Mumbai Lamborghini Fire : મુંબઈના કોસ્ટલ રોડ પર ચાલતી લક્ઝરી કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં કાર સળગતી જોવા મળી રહી છે. આ વીડિયો બીજા કોઈએ નહીં પરંતુ જાણીતા બિઝનેસ ટાયકૂન અને કારના શોખીન ગૌતમ સિંઘાનિયાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. હાલ આ સમગ્ર ઘટનામાં કોઈને ઈજા થવાના સમાચાર નથી.
Mumbai Lamborghini Fire : આગનો ગોળો બની લેમ્બોર્ગિની
Spotted by me: A Lamborghini engulfed in flames on Coastal Road, Mumbai. Incidents like this raise serious concerns about the reliability and safety standards of Lamborghini. For the price and reputation, one expects uncompromising quality—not potential hazards.@MumbaiPolice… pic.twitter.com/lIC7mYtoCB
— Gautam Singhania (@SinghaniaGautam) December 25, 2024
Mumbai Lamborghini Fire : ગૌતમ સિંઘાનિયાએ શેર કર્યો વીડિયો
મીડિયા રિપોર્ટ મુજબ આ ઘટના ગઈકાલે એટલે કે 25 ડિસેમ્બરે મોડી મુંબઈના કોસ્ટલ રોડ પર રાત્રે લગભગ 10:20 વાગ્યે બની હતી. લેમ્બોર્ગિની રેવલ્ટો લક્ઝરી કારમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. આ વીડિયો રેમન્ડ ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ગૌતમ સિંઘાનિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો છે. વીડિયોમાં નારંગી રંગની લેમ્બોર્ગિની રેવુલ્ટો આગમાં સળગતી જોવા મળે છે. જ્યારે અન્ય એક વ્યક્તિ આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યો છે. ફાયર બ્રિગેડની મદદથી 45 મિનિટમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આ કારની એક્સ-શોરૂમ કિંમત 8.89 કરોડ રૂપિયા છે.
આ સમાચાર પણ વાંચો :Mumbai Local Fight Video: મુંબઇની લોકલમાં ટ્રેનમાં ગુટખા ખાઈને થુંકી રહ્યો હતો યુવક, અન્ય એક મુસાફરે ભણાવ્યો બરાબરનો પાઠ; જુઓ વિડિયો…
Mumbai Lamborghini Fire : સુરક્ષાને લઈને અનેક સવાલો ઉભા કર્યા
આ ઘટનાનો વીડિયો બીજા કોઈએ નહીં પણ બિઝનેસ ટાયકૂન ગૌતમ સિંઘાનિયાએ બનાવ્યો છે. આ સાથે તેમણે મુંબઈ પોલીસને ટેગ કરીને તેના એક્સ એકાઉન્ટ (ટ્વિટર) પર આ વીડિયો શેર કર્યો છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું હતું કે, “મેં મુંબઈના કોસ્ટલ રોડ પર લમ્બોરગીનીને આગમાં લપેટાયેલી જોઈ. આ સાથે તેમણે આગળ લખ્યું છે કે આ પ્રકારની ઘટના લેમ્બોરગીનીની વિશ્વસનીયતા અને સુરક્ષા ધોરણો માટે ગંભીર ચિંતાનો વિષય છે. આ વીડિયોના કારણે ગૌતમ સિંઘાનિયાએ સુરક્ષાને લઈને અનેક સવાલો ઉભા કર્યા હતા. જોકે ઘટના સમયે કારમાં કેટલા લોકો હતા તે જાણી શકાયું નથી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)