News Continuous Bureau | Mumbai
મુંબઈના પવઈ(Powai) હિરાનંદાની(Hiranandani) વિસ્તારમાં આજે વહેલી સવારે આગ(Fire) ફાટી નીકળી છે. પ્રાથમિક જાણકારી મુજબ પવઈના રહેણાંક વિસ્તાર હિરાનંદાનીના મુખ્ય માર્ગ પર સ્થિત હાઈકો સુપર માર્કેટ(Haiko supremarket)માં આગ લાગી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ લેવલ 2 આગની ઘટના છે. આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડ(fire brigade)ની 12 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ફાયર ટેન્ડરો(Fire tendor)એ આગને કાબુમાં લેવાના પ્રયાસ કરી રહ્યા છે. જોકે સદનસીબે અત્યાર સુધી આ આગમાં કોઈના ફસાયેલા કે ઘાયલ થયાના સમાચાર આવ્યા નથી. પરંતુ લાખોની કિંમતનો સામાન બળીને રાખ થઈ ગયો છે.
#UPDATE 12 fire tenders at the spot after a Level 2 fire broke out in Mumbai's Powai area. No one trapped or injured so far. More details awaited pic.twitter.com/VddV8vQ42r
— ANI (@ANI) July 7, 2022
ઉલ્લેખનીય છે કે આ વિસ્તારને મુંબઈનો સૌથી પોશ વિસ્તાર માનવામાં આવે છે. અહીં, સોસાયટી સાથે વહીવટીતંત્ર ફાયર સેફ્ટી માટે શક્ય તમામ વ્યવસ્થા કરે છે. આ પછી પણ આવી આગની ઘટના બનવી ચિંતાનો વિષય છે. જોકે માર્કેટમાં આગ કેવી રીતે લાગી તે હાલ જાણી શકાયું નથી.