Site icon

Mumbai Local : મુંબઈગરાઓને લોકલ ભીડથી મળશે રાહત! સેન્ટ્રલ રેલવેનો ‘આ’ માસ્ટર પ્લાન હશે ગેમ ચેન્જર, શું છે રેલવેનો પ્લાન?

Mumbai Local : મુંબઈ શહેરની વસ્તી દિન-પ્રતિદિન વધી રહી છે ત્યારે વધતી જતી વસ્તીને કારણે લોકલ પર ભારે દબાણ જોવા મળી રહ્યું છે. નાગરિકોને લોકલમાં ઉભા રહેવાની પણ જગ્યા મળી રહી નથી. પરિણામે લોકલ મુસાફરી અત્યંત જોખમી બની ગઈ છે.

Mumbai Local Central Railway offers flexible work hours to employees

Mumbai Local Central Railway offers flexible work hours to employees

News Continuous Bureau | Mumbai

Mumbai Local : લોકલ ( Local Train ) એ મુંબઈકરોની લાઈફલાઈન ગણાય છે. લાખો મુંબઈગરાઓ મુસાફરી કરવા માટે લોકલ પર નિર્ભર છે. દરરોજ લાખો મુસાફરો લોકલ મારફતે મુસાફરી કરે છે. સવારે અને સાંજના સમયે લોકલમાં ખૂબ જ ભીડ હોય છે. ઘણા દરવાજા પર લટકીને મુસાફરી કરે છે. જેના કારણે કેટલાય લોકો અકસ્માતનો ભોગ બને છે. લોકલ પર ભીડનું ભારણ ઓછું કરવા માટે રેલવે પ્રશાસન ( Railway Administration ) દ્વારા ઘણા પગલાંઓનું આયોજન કરવામાં આવ્યું છે. તેમ છતાં આ ભીડ ઘટતી નથી. લોકલ ભીડને ઘટાડવા માટે મધ્ય રેલવેએ ( Central Railway ) વધુ એક ઉપાય શોધી કાઢ્યો છે.

Join Our WhatsApp Community

લોકલ ટ્રેનોમાં ભીડ ઘટાડવા માટે મધ્ય રેલવેએ તેના કર્મચારીઓના ( employees ) કામના કલાકોમાં ફેરફાર કર્યો હતો. જે બાદ તેને વધુ વ્યાપક બનાવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. છેલ્લા 16 દિવસમાં રેલવેએ મુંબઈમાં સરકારી, અર્ધ-સરકારી કચેરીઓ સહિત 350 સંસ્થાઓ સાથે પત્રવ્યવહાર કર્યો છે અને ઓફિસનો સમય બદલવા વિનંતી કરી છે.

વધતી જતી ભીડને કારણે લોકલ સેવા ( Local service ) પર વધી રહ્યું છે દબાણ

નોંધનીય છે કે સેન્ટ્રલ રેલ્વે લાઇન પર દરરોજ આશરે 35 થી 40 લાખ મુસાફરો મુસાફરી કરે છે. પીક અવર્સ દરમિયાન દર ત્રણથી ચાર મિનિટે એક ફેરી ચાલે છે. પરંતુ વધતી જતી ભીડને કારણે લોકલ સેવા પર દબાણ વધી રહ્યું છે. આ કારણે મધ્ય રેલવેએ તેના કર્મચારીઓને બે શિફ્ટમાં વહેંચી દીધા છે. મધ્ય રેલવેના આ નિર્ણયની જેમ જ મધ્ય રેલવેએ અનુરોધ કર્યો છે કે અન્ય સંસ્થાઓએ તેમના ઉદાહરણને અનુસરવું જોઈએ.

આ સમાચાર પણ વાંચો : Mumbai Airport : મુંબઈ એરપોર્ટનો વર્લ્ડ રેકોર્ડ! એક જ દિવસમાં હવાઈયાત્રી દોઢ લાખને પાર

જો સેન્ટ્રલ રેલવેનો આ પ્રયોગ સફળ થશે તો મુંબઈકરોની મુસાફરી થોડી વધુ આરામદાયક અને સરળ બનશે. ભીડમાં ઘટાડો અને લોકલ ફેરામાં વધારો થવાને કારણે ખાનગી કર્મચારીઓ સમયસર ઓફિસે પહોંચી શકશે. મધ્ય રેલવેએ તેના કામકાજના સમયમાં ફેરફાર કર્યા બાદ મુસાફરો દ્વારા આ નિર્ણયને આવકારવામાં આવ્યો હતો. એ જ રીતે સેન્ટ્રલ રેલવેના પત્ર પર શું પ્રતિસાદ મળે છે તે જોવું અગત્યનું રહેશે.

Mumbai Local Train Scam: મુંબઈ લોકલ ટ્રેન સ્કેમ: વિક્રોલી સ્ટેશન પર નકલી પાસ સાથે ૨૨ વર્ષીય યુવક ઝડપાયો, TC ની સતર્કતાથી ભાંડો ફૂટ્યો
Mulund Police Station: મુલુંડમાં રિક્ષા ચાલકનો આતંક: પોલીસ સ્ટેશનમાં જ કોન્સ્ટેબલના હાથ પર જોરથી બટકું ભરી લીધું
Wadala Drug Bust: વડાલામાં ઈલેક્ટ્રિશિયનની આડમાં ચાલતા ગાંજાના રેકેટનો પર્દાફાશ: ૨૦.૭ કિલો જથ્થા સાથે એકની ધરપકડ
Theft at Powai Hotel: પવઈની હોટલમાં ફિલ્મ ડાયરેક્ટરના રૂમમાં ચોરી: કર્મચારી ₹5.3 લાખની ચાંદી અને રોકડ લઈને ફરાર
Exit mobile version