Site icon

Mumbai Local: શું તમે નવા વર્ષના પહેલા દિવસે એટલે કે રવિવારે બહાર ફરવા જવાનું પ્લાન બનાવી રહ્યા છો?? તો આ સમાચાર ખાસ વાંચો.. નહીં તો થવું પડશે હેરાન… 

Mumbai Mega Block: Mumbaikars, going out on weekends? Megablock on all three railway lines on Sunday, read schedule

Mumbai Mega Block: Mumbaikars, going out on weekends? Megablock on all three railway lines on Sunday, read schedule

News Continuous Bureau | Mumbai

મુંબઈ લોકલ ( Mumbai Local ) મુંબઈવાસીઓની લાઈફ લાઈન છે. પરંતુ રવિવારના દિવસે કેટલાક મેઇન્ટેનન્સ ના કામ માટે પેસેન્જર સર્વિસમાંથી થોડો સમય માટે બ્રેક લે છે. આ રવિવારે એટલે કે  1 જાન્યુઆરી, 2023, નવા વર્ષના પહેલા દિવસે મધ્ય રેલવે અને હાર્બર રેલવે લાઇન મેગા બ્લોક (mega block) નું સંચાલન કરશે. તેથી, જો તમે આ સપ્તાહના અંતમાં બહાર જવાનું વિચારી રહ્યા હોવ, તો ટ્રેનનું સમયપત્રક જોઈને જ બહાર નીકળ જો.  

Join Our WhatsApp Community

માટુંગા-મુલુંડ અપ અને ડાઉન સ્લો રૂટ પર બ્લોક

એન્જિનિયરિંગના કામને કારણે મુંબઈ સેન્ટ્રલ રેલવે પર સવારે 11.05 વાગ્યાથી બપોરે 3.55 વાગ્યા સુધી માટુંગાથી મુલુંડ અપ અને ડાઉન બંને ધીમી લાઈનો પર મેગા બ્લોક જાહેર કરવામાં આવ્યો છે. 

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈથી સવારે 10.14 થી બપોરે 3.18 વાગ્યા સુધી ઉપડતી ધીમી લાઇનની ટ્રેનોને માટુંગા અને મુલુંડ સ્ટેશનો વચ્ચે ડાઉન ફાસ્ટ લાઇન પર ડાયવર્ટ કરવામાં આવશે. આ ટ્રેનો સાયન, કુર્લા, ઘાટકોપર, વિક્રોલી, ભાંડુપ માટુંગા અને મુલુંડ મુલુંડ સ્ટેશનો  થોભશે. બાદમાં ફરીથી સ્લો રૂટ પર ડાયવર્ટ  કરવામાં આવશે. આ સેવા નિર્ધારિત સમય કરતાં 15 મિનિટ મોડી દોડશે.

મુંબઈમાં ફૂલ ગુલાંબી ઠંડી.. નવા વર્ષમાં કેવું રહેશે શહેરનું વાતાવરણ…? જાણો હવામાન વિભાગનો વર્તારો

થાણેથી, સવારે 10.58 થી બપોરે 3.59 વાગ્યા સુધી, અપ સ્લો લાઇન પરની ટ્રેનોને મુલુંડ અને માટુંગા વચ્ચે અપ ફાસ્ટ લાઇન પર ડાયવર્ટ કરવામાં આવશે. આ સેવાઓ મુલુંડ, ભાંડુપ, વિક્રોલી, ઘાટકોપર, કુર્લા અને સાયન ખાતે થોભશે. બાદમાં ટ્રેનોને ફરીથી અપ સ્લો રૂટ પર ડાયવર્ટ કરવામાં આવશે અને ગંતવ્ય સ્થાને 15 મિનિટ મોડી પહોંચશે.

મેગા બ્લોક દરમિયાન લોકલ ટ્રેનોનું સમયપત્રક

પનવેલ-વાશી અપ અને ડાઉન હાર્બર રૂટ પર સવારે 11.05 થી સાંજે 4.05 વાગ્યા સુધી મેગાબ્લોક (બેલાપુર/નેરુલ-ખારકોપર લાઇનને બાદ કરતાં)

પનવેલ/બેલાપુરથી સવારે 10.33 વાગ્યાથી બપોરે 3.49 વાગ્યા સુધી ઉપડતી અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈ જતી અપ હાર્બર રૂટની સેવાઓ અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈથી પનવેલ/બેલાપુર સુધીની અપ હાર્બર રૂટની સેવાઓ સવારે 9.45 થી બપોરે 3.12 વાગ્યા સુધી રદ રહેશે.

સવારે 11.02 થી બપોરે 3.53 વાગ્યા સુધી થાણેથી ઉપડતી અપ ટ્રાન્સહાર્બર રૂટ સેવાઓ અને સવારે 10.01 થી બપોરે 3.20 વાગ્યા સુધી થાણેથી પનવેલ સુધીની ટ્રાન્સહાર્બર રૂટ સેવાઓ રદ રહેશે.

બ્લોક સમયગાળા દરમિયાન, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈ-વાશી સેક્શન વચ્ચે વિશેષ ઉપનગરીય (સ્થાનિક) ટ્રેનો ચલાવવામાં આવશે.

બ્લોક સમયગાળા દરમિયાન થાણે-વાશી/નેરુલ સ્ટેશનો વચ્ચે ટ્રાન્સહાર્બર લાઇન સેવા ઉપલબ્ધ રહેશે.

બ્લોક સમયગાળા દરમિયાન બેલાપુર/નેરુલ – ખારકોપર લાઇન સેવાઓ ઉપલબ્ધ રહેશે.

આ સમાચાર પણ વાંચો:  મુંબઈના આ વિસ્તારમાં ફૂટી 72 ઈંચની પાણીની પાઈપ લાઈન, અડધી રાત્રે લોકોના ઘરો, દુકાનોમાં ભરાયા પાણી.. લાખો લીટર પાણીનો થયો વેડફાટ

Cocaine: મુંબઈ એરપોર્ટ પર અધધ આટલા કરોડનું કોકેઇન જપ્ત; મહિલાની ધરપકડ
Shinde Sena: મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો: ઠાકરે બંધુઓ નજીક આવતા જ શિંદેસેનાનો ‘ભાવ’ વધ્યો, BJP સમક્ષ મૂકી આ મોટી શરત
Passenger Holding Area: રેલવે પ્રવાસીઓ માટે મોટા સમાચાર! ગીર્દી નિયંત્રિત કરવા બનશે ‘પેસેન્જર હોલ્ડિંગ એરિયા’; મુંબઈમાં કયા સ્ટેશનો પર હશે આ સુવિધા?
Mumbai hostage incident: ૭ કલાકનો હાઈ-વોલ્ટેજ ડ્રામા: મુંબઈના RA સ્ટુડિયોમાં ઓડિશનથી એન્કાઉન્ટર સુધીનો ખેલ, જુઓ બંધક કટોકટીની સંપૂર્ણ ટાઇમલાઇન.
Exit mobile version