News Continuous Bureau | Mumbai
Mumbai Local Extension :આ વર્ષે મહારાષ્ટ્ર માટે રેલવે વિભાગે ૮૧,૦૦૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે અને હાલમાં ફક્ત મુંબઈ અને એમએમઆરમાં જ 16,000 કરોડ રૂપિયાનું કામ ચાલી રહ્યું છે. મુંબઈમાં લોકલ ટ્રેનોની સંખ્યા ત્રણ વર્ષમાં બમણી કરવામાં આવશે, એમ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું.
Mumbai Local Extension :લોકલ ટ્રેનોમાં મેટ્રો જેવા ચમકતા કોચ લગાવવાની યોજના
કેન્દ્રીય રેલવે મંત્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે મુંબઈની બધી લોકલ ટ્રેનોમાં ઓટોમેટિક દરવાજા લગાવવાનું કામ શરૂ થઈ ગયું છે. ઓટોમેટિક બંધ થતા દરવાજાવાળી પહેલી લોકલ ટ્રેનનું નવેમ્બરમાં પરીક્ષણ કરવામાં આવશે. લોકલ ટ્રેનોમાં મેટ્રો જેવા ચમકતા કોચ લગાવવાની યોજના છે. રાજકીય વિરોધને કારણે બધી લોકલ ટ્રેનોને એસી બનાવવાનો વિચાર પડતો મૂકવો પડ્યો હોવા છતાં, શક્ય તેટલી ટ્રેનોને એરકન્ડિશન્ડ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુંબઈમાં હાલમાં લગભગ 3,200 લોકલ ટ્રેનો છે. બે લોકલ ટ્રેનો વચ્ચેનું અંતર ઘટાડવાનો અને લોકલ ટ્રેનોની સંખ્યા વધારવાનો હેતુ છે.
Mumbai Local Extension :મુંબઈમાં 300 વધારાની લોકલ ટ્રેનો ઉમેરાશે
અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે તબક્કાવાર લગભગ 300 વધારાની લોકલ ટ્રેન સેવાઓ ઉમેરવામાં આવશે, જેનાથી હાલની ત્રણ હજાર સેવાઓના દૈનિક સંચાલનમાં વધારો થશે. લગભગ 300 કિમી નવા ટ્રેક નાખવા સહિત માળખાકીય પ્રોજેક્ટ્સ પૂર્ણ થવાને કારણે આ વધારાની સેવાઓ શક્ય બનશે. 2025-26ના કેન્દ્રીય બજેટમાં, મહારાષ્ટ્રમાં રેલ્વે પ્રોજેક્ટ્સ માટે 23,778 કરોડ રૂપિયાની રેકોર્ડ જોગવાઈ કરવામાં આવી છે, આ રકમ UPA સરકાર દરમિયાનની જોગવાઈ કરતા 20 ગણી વધુ છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai Local Train:હવેથી મુસાફરો લોકલ ટ્રેનના દરવાજા પર લટકીને પ્રવાસ નહીં કરી શકે! … અકસ્માતો રોકવા માટે RPF અને રેલવે પોલીસે આ પગલાં ભર્યા..
Mumbai Local Extension :આગામી ત્રણ વર્ષમાં લોકલ ટ્રિપ્સની સંખ્યા બમણી
મુંબઈમાં બે લોકલ ટ્રેનો વચ્ચેનું અંતર ત્રણ મિનિટથી ઘટાડીને અઢી મિનિટ કરવા માટે નવી ટેકનોલોજી રજૂ કરાશે મુંબઈ આવી સિસ્ટમ ધરાવતું પહેલું શહેર હશે. હાલમાં, 3,200 ઉપનગરીય લોકલ ટ્રેનોમાં દરરોજ 75 લાખથી વધુ મુસાફરો મુસાફરી કરે છે. રેલ્વે લાઇન પરની ટેકનિકલ સમસ્યાઓ દૂર કરીને, ત્રણેય રૂટ પરની લોકલ ટ્રેનોને કવચ સિસ્ટમ સાથે કમ્બાઈન્ડ કોમ્યુનિકેશન બેઝ્ડ ટ્રેન કંટ્રોલ (CBTC) સિસ્ટમ સાથે જોડવામાં આવશે. CBTC સિસ્ટમ આગામી ત્રણ વર્ષમાં લોકલ ટ્રિપ્સની સંખ્યા બમણી કરશે. તે જ સમયે, અમે 350 નવી એસી લોકલ ટ્રેનો શરૂ કરીશું. પનવેલ – કલંબોલી ખાતે લાંબા અંતરની ટ્રેનો માટે એક ટર્મિનલ બનાવવામાં આવશે. આગામી ગણેશ ઉત્સવ માટે કોંકણવાસીઓની મુસાફરીને સરળ બનાવવા માટે 342 ખાસ ટ્રેનો ચલાવવામાં આવશે.