News Continuous Bureau | Mumbai
Mumbai Local New Year Welcome: નવું વર્ષ આજથી શરૂ થઈ ગયું છે. પરંતુ મધ્યરાત્રિએ (12 વાગ્યે) બધાએ પોતપોતાની રીતે નવા વર્ષનું સ્વાગત કર્યું. કેટલાકે ફટાકડા ફોડીને, કેટલાકે શેમ્પેન ઉડાડીને તો કેટલાકે ફિલ્મી ગીતો પર ડાન્સ કરીને પોતપોતાની રીતે નવા વર્ષનું સ્વાગત કર્યું. આ બધાની વચ્ચે મુંબઈમાં રેલવે દ્વારા ખાસ રીતે નવા વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું હતું વીડિયો વાયરલ થઈ રહ્યો છે. અહીંના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) ખાતે નવા વર્ષનું સ્વાગત સંપૂર્ણપણે અલગ રીતે કરવામાં આવ્યું હતું. રેલવે કર્મચારીઓ અને મુસાફરોની ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
Honking in the new! The tradition of all trains honking together at 12 midnight to welcome and salute the New Year at Mumbai CSMT station & rail car-sheds continues. Happy New Year 2024. Courtesy respective owner. pic.twitter.com/8hiChEOxYC
— Rajendra B. Aklekar (@rajtoday) December 31, 2024
Mumbai Local New Year Welcome: રેલવે સમુદાય નવા વર્ષની ઉજવણી કરવા માટે એકસાથે આવે છે
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) સ્ટેશનની મોટી ઘડિયાળમાં મધ્યરાત્રિના 12 વાગ્યા કે તરત જ પ્લેટફોર્મ પર ઊભેલી તમામ લોકલ ટ્રેનોએ એકસાથે હોર્ન વગાડીને 2025ને આવકાર્યું. ભારતીય રેલ્વે સમુદાય નવા વર્ષની ઉજવણી કરવા માટે એકસાથે આવ્યો, મંગળવારે રાત્રે મુંબઈના CSMT રેલ્વે સ્ટેશન પર નવા વર્ષને આવકારવાની પરંપરા એક ઉજવણીમાં ફેરવાઈ ગઈ.આ ઉજવણીમાં ભાગ લેવા માટે લોકો મધરાત સુધી અહીં રોકાયા હતા.
આ સમાચાર પણ વાંચો : Mumbai Local Fight Video: મુંબઇની લોકલમાં ટ્રેનમાં ગુટખા ખાઈને થુંકી રહ્યો હતો યુવક, અન્ય એક મુસાફરે ભણાવ્યો બરાબરનો પાઠ; જુઓ વિડિયો…
Mumbai Local New Year Welcome: સ્ટેશન પર ઉત્સવનો માહોલ સર્જાયો
પ્લેટફોર્મ પરની મોટી ઘડિયાળના હાથ 12 વાગ્યાની નજીક આવતાં જ આ વ્યસ્ત સ્ટેશન પર ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. મુસાફરો, વટેમાર્ગુઓ, રેલ્વે સ્ટાફ પ્લેટફોર્મ, ફૂટ ઓવર બ્રિજ અને આસપાસના લોકો એકઠા થઈ ગયા જેથી તેઓ પોતાની આંખોથી આ ભવ્ય નજારો જોઈ શકે. આ દરમિયાન ત્યાં હાજર મુસાફરોએ આ સમગ્ર દ્રશ્ય પોતાના કેમેરામાં કેદ કરી લીધું હતું. આ સમગ્ર દ્રશ્યનો વીડિયો ઈન્ટરનેટ પર શેર કરવામાં આવ્યો હતો અને હવે તે વાયરલ થઈ ગયો છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)