Site icon

 Mumbai Local : આને કહેવાય સાચા દેશભક્ત, મોબાઈલમાં લાઇવ સ્ટ્રીમિંગ દરમિયાન રાષ્ટ્રગીત વાગતા મુંબઈના લોકલ પેસેન્જર કર્યું કંઈક એવું કે ચારે બાજુ થઈ રહી છે વાહવાહી; જુઓ વિડીયો  

 Mumbai Local :  એક મુસાફરને કથિત રૂપે ઘૂંટણની ઈજા હોવા છતાં, તેઓ નવી દિલ્હીથી સ્વતંત્રતા દિવસની ઉજવણીનું જીવંત પ્રસારણ જોતા રાષ્ટ્રગીત પ્રત્યે તેમનો આદર વ્યક્ત કરવા માટે ઉભા થયા. 

Mumbai Local Passenger With 'Knee Injury' Raises For National Anthem During Live Streaming Of I-Day Festivities From New Delhi

Mumbai Local Passenger With 'Knee Injury' Raises For National Anthem During Live Streaming Of I-Day Festivities From New Delhi

News Continuous Bureau | Mumbai

Mumbai Local : મુંબઈની લોકલ ટ્રેન મુંબઈગરાઓની લાઈફ લાઈન ની લાઈફલાઈન ગણાય છે. પરંતુ મુંબઈ લોકલ ભીડ અને હાડમારી વર્ષોથી જાણીતી છે અને આના વીડિયો પણ અવાર નવાર સોશિયલ મીડિયા પર આવતા રહે છે. આ જ કડીમાં હવે એક હૃદયસ્પર્શી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મુસાફર તેના ફોન પર લાલ કિલ્લા પર રાષ્ટ્રગીત વાગતું જોઈને ઊભો થઈ જાય છે. અને રાષ્ટ્રગીતને માન આપતો દેખાય છે. 

Join Our WhatsApp Community

Mumbai Local : જુઓ વિડીયો

વાસ્તવમાં એક વરિષ્ઠ યાત્રી પોતાના મોબાઈલ ફોન પર રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં સ્વતંત્રતા દિવસ સમારોહ જોઈ રહ્યા હતા. ધ્વજ ફરકાવ્યા બાદ રાષ્ટ્રગીત શરૂ થયું અને તેઓ ઉભા થઈ ગયા. મહત્વનું છે કે તેમને ઘૂંટણની ઈજા હોવા છતાં તેઓ ઊભા થઈને તેમને રાષ્ટ્રગાનને માન આપ્યું.

Mumbai Local : મોટાભાગના લોકો પોતાના મોબાઈલની દુનિયામાં વ્યસ્ત 

આ દરમિયાન મુસાફર ઈયરફોનનો ઉપયોગ કરી રહ્યા ન હોવાથી ત્યાં હાજર દરેક વ્યક્તિને રાષ્ટ્રગીત સંભળાતું હતું, પરંતુ તેમાંથી મોટાભાગના લોકો પોતાના મોબાઈલની દુનિયામાં ખોવાયેલા હતા. દરમિયાન તે જ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા અન્ય એક યાત્રીએ પોતાના મોબાઈલ ફોન પર રાષ્ટ્રગીતને માન આપતા મુસાફરનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. તે હવે વાયરલ થઈ રહ્યો છે, અને દરેક પ્રવાસીની દેશભક્તિની પ્રશંસા કરી રહ્યા છે. આ ઉપરાંત રાષ્ટ્રગીતને માન આપ્યા વિના બેઠેલા અન્ય મુસાફરોની ટીકા પણ કરી હતી.

આ સમાચાર પણ વાંચો : Mumbai: મુંબઈ શહેર માટે સારા સમાચાર, હવે પશ્ચિમ ઉપનગરને મળશે નવા ફાયર સ્ટેશન અને સાત નવા સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ..

Mumbai Local :  યુઝર્સે કર્યા વખાણ 

આ વીડિયો સોશિયલ મીડિયા પર વહેતો થતાં X યુઝર્સે તેમને સલામ કરી અને કહ્યું કે, અંકલને ઘૂંટણમાં દુખાવો હોવા છતાં ઉભા થયા. આ સજ્જન ને વંદન.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Cocaine: મુંબઈ એરપોર્ટ પર અધધ આટલા કરોડનું કોકેઇન જપ્ત; મહિલાની ધરપકડ
Shinde Sena: મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો: ઠાકરે બંધુઓ નજીક આવતા જ શિંદેસેનાનો ‘ભાવ’ વધ્યો, BJP સમક્ષ મૂકી આ મોટી શરત
Passenger Holding Area: રેલવે પ્રવાસીઓ માટે મોટા સમાચાર! ગીર્દી નિયંત્રિત કરવા બનશે ‘પેસેન્જર હોલ્ડિંગ એરિયા’; મુંબઈમાં કયા સ્ટેશનો પર હશે આ સુવિધા?
Mumbai hostage incident: ૭ કલાકનો હાઈ-વોલ્ટેજ ડ્રામા: મુંબઈના RA સ્ટુડિયોમાં ઓડિશનથી એન્કાઉન્ટર સુધીનો ખેલ, જુઓ બંધક કટોકટીની સંપૂર્ણ ટાઇમલાઇન.
Exit mobile version