News Continuous Bureau | Mumbai
આજથી મુંબઈ અને તેની આસપાસના સ્થાનિક પ્રવાસીઓ માટે એરકંડિશન્ડ (એસી) લોકલ ટ્રેનની(AC local train) મુસાફરી સસ્તી થઈ ગઈ છે. રેલવેએ(Railway) એસી લોકલના ભાડા ઘટાડવાનો નિર્ણય લીધો હતો, તે આજથી લાગુ થઈ ગયો છે. તે મુજબ હવેથી પાંચ કિલોમીટર સુધીની મુસાફરી માટે એસી લોકલની ટિકિટ(Train ticket) 30 રૂપિયા થઈ ગઈ છે. અગાઉ ટિકિટની કિંમત 65 રૂપિયા હતી. આ ઉપરાંત ફર્સ્ટ ક્લાસની ટિકિટમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે.
મુંબઈમાં એસી લોકલની ટિકિટના ઊંચા ભાવને કારણે તેને બહુ મોળો પ્રતિસાદ મળ્યો હતો. તેથી રેલવે પ્રશાસનને(Railway department) એસી લોકલની ટિકિટના ભાવમાં ઘટાડો કરવાની લાંબા સમયથી પ્રવાસીઓ(Commuters) ડીમાન્ડ કરી રહ્યા હતા. ભીડના સમયે પણ એસી લોકલ ખાલી જતી હતી. તેથી એસી લોકલના ટિકિટના ભાવમાં ઘટાડો કરવાની માંગણી કરવામાં આવી હતી. છેવટે રેલવે પ્રશાસને એસી લોકલના ભાડામાં 50 ટકાનો ઘટાડો કર્યો છે. તેથી મુંબઈવાસીઓને આજથી એસી લોકલમાં સસ્તામાં મુસાફરી કરવા મળવાની છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈ થશે પ્રદૂષણ મુક્ત: નવા બાંધકામ માટે BMCએ લીધો નિર્ણય, ઇલેક્ટ્રિક વેહિકલ પાર્કિંગ અને ચાર્જિંગ સ્ટેશન ફરજિયાત. જાણો વિગતે.
એસી લોકલની સાથે જ ફર્સ્ટ ક્લાસ ટિકિટના ભાવમાં ઘટાડો પણ આજથી અમલી થયો છે. હાલમાં થાણેથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ(CSMT) સુધીની ફર્સ્ટ ક્લાસ ટિકિટની કિંમત 140 રૂપિયા છે. રેલવે ભાડામાં ઘટાડો કરવાના મોટા નિર્ણય બાદ 140 રૂપિયાની ટિકિટ હવે ઘટીને 85 રૂપિયા અથવા લગભગ 50 ટકા થઈ ગઈ છે. જોકે એસી લોકલ અને ફર્સ્ટ ક્લાસના માસિક પાસના દર માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.