Site icon News Continuous Bureau | Mumbai

Mumbai local train : પીક અવર્સ દરમિયાન આ સ્ટેશન પર મધ્ય રેલવે ખોરવાઈ, લોકલ ટ્રેનો 15થી 20 મિનિટ દોડી રહી છે મોડી..

Mumbai local train : હાલ મધ્ય રેલવે રૂટ પરની ટ્રેન લગભગ 15 થી 20 મિનિટ મોડી દોડી રહી છે. તેના કારણે ઓફીસે પહોંચવાની ઉતાવળમાં રહેલા મુસાફરોને હાલાકી ભોગવવી પડી રહી છે.

Mumbai local train Central Railway Running Late due to technical issue

Mumbai local train Central Railway Running Late due to technical issue

News Continuous Bureau | Mumbai

 Mumbai local train : આજે ફરી એકવાર પીક અવર્સ( Peak hours ) દરમિયાન મધ્ય રેલવે રૂટ ( Central Railway Route ) પર લોકલ ટ્રેન સેવા ( Local train service ) ખોરવાઈ ગઈ છે. મધ્ય રેલવે પર ટેકનિકલ સમસ્યાના કારણે લોકલ ટ્રાફિક હાલમાં મોડો ચાલી રહ્યો છે. કલ્યાણથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ તરફના ટ્રાફિક દરમિયાન ટેક્નિકલ ખામી સર્જાઈ છે. આથી સીએસએમટી જતો ટ્રાફિક હાલ મોડો ચાલી રહ્યો છે. હાલમાં સ્લો અને ફાસ્ટ બંને રૂટ પરની ટ્રેનો મોડી દોડી રહી હોવાનું જોવા મળી રહ્યું છે.

Join Our WhatsApp Channel

 Mumbai local train :શાળા-કોલેજોમાં જવામાં મોડું

 સવારે કામ પર જવાના સમયે સેન્ટ્રલ રેલ્વેના મોટા વિક્ષેપને કારણે સ્ટેશનો પર ભારે ભીડ જોવા મળી રહી છે. હાલમાં મધ્ય રેલવેના કલ્યાણ, ડોમ્બિવલી, દિવા, થાણે સ્ટેશનો પર ભારે ભીડ જોવા મળી રહી છે. વિદ્યાર્થીઓને શાળા-કોલેજોમાં જવામાં મોડું થતું હોવાનું પણ જોવા મળ્યું હતું. જેના કારણે અનેક કર્મચારીઓમાં રોષ ફેલાયો છે.

આ સમાચાર પણ વાંચો : Israel Hamas War: બેરૂતમાં ઈઝરાયેલે ફરી મચાવી તબાહી, કર્યા હવાઈ હુમલા; આટલા લોકોના થયા મોત..

Accused Arrested For Cruel Killing Of Cats બિલાડીઓની નિર્દયતાથી હત્યા કરનાર આરોપી પોલીસના સળિયા પાછળ, આરસીએફ પોલીસે કરી ધરપકડ
ANC Seizes MD Drugs In Jogeshwari એન્ટી નાર્કોટિક્સ સેલની મોટી કાર્યવાહી જોગેશ્વરીમાંથી ૧.૨૬ કરોડની કિંમતના એમડી ડ્રગ્સ સાથે એક પેડલર ઝડપાયો
Chembur Police Case Over False Identity And Assault ધર્મ છુપાવીને યુવતી સાથે દુષ્કર્મ આચરનાર અને બ્લેકમેઈલ કરનાર વિરુદ્ધ ચેંબૂર પોલીસમાં ગુનો દાખલ
DRI Seizes Gold Worth Rs 5.47 Crore ડીઆરઆઈની મોટી કાર્યવાહી ૫.૪૭ કરોડનું સોનું જપ્ત, એરલાઈન્સના કર્મચારીઓ સહિત પાંચ ઝડપાયા
Exit mobile version