News Continuous Bureau | Mumbai
Mumbai Local Train : મુંબઈની લાઈફલાઈન તરીકે ઓળખાતી લોકલ સેવાઓ ઘણીવાર વિવિધ કારણોસર મોડી દોડે છે. તેની સીધી અસર મુસાફરો પર પડે છે અને સ્ટેશનો પર ભયંકર ભીડ ભેગી થઇ જાય છે. પરિણામે, ઘણા મુસાફરોને ટ્રેનમાં ચઢવા મળતું નથી અને દરવાજા લટકાવીને મુસાફરી કરવી પડે છે. આવી જ એક ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં લોકલ ટ્રેન મોડી પડવાના કારણે કેટલીક મહિલા મુસાફરો દરવાજા પર લટકીને જોખમી રીતે મુસાફરી કરવા મજબૂર બની છે.
Mumbai Local Train : જુઓ વિડીયો
#ViralVideo #CRFixLocalTrainDelays Today’s Ladies Special from Kalyan was delayed by 40 mins, forcing women to hang on the footboard—an unsafe and risky commute. Railways term this dangerous, yet delays continue. @AshwiniVaishnaw pls review delay data. @MumRail @rajtoday pic.twitter.com/vnhxTIyFD6
— Mumbai Railway Users (@mumbairailusers) May 9, 2025
Mumbai Local Train : મહિલાઓની ખતરનાક યાત્રા કેમેરામાં કેદ થઈ
એક મહિલા મુસાફરે લોકલ ટ્રેનની બારીમાંથી વીડિયો બનાવ્યો છે. જેમાં તમે લોકલ ટ્રેનમાં મુસાફરી કરતા અસંખ્ય મુસાફરોને જોઈ શકો છો. એટલું જ નહીં કેટલીક મહિલાઓ લોકલ ટ્રેનના દરવાજા પર લટકીને ખતરનાક મુસાફરી કરી રહી છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai Sakinaka Drone :મુંબઈના સાકીનાકા વિસ્તારમાં દેખાયું શંકાસ્પદ ડ્રોન, સિસ્ટમ એલર્ટ મોડ પર… સર્ચ શરૂ..
Mumbai Local Train :યુઝર્સની પ્રતિક્રિયા
કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના કલ્યાણ રેલ્વે લાઇન પરની છે અને કલ્યાણથી આજની મહિલા સ્પેશિયલ ટ્રેન 40 મિનિટ મોડી પહોંચી હતી, જેના કારણે મુસાફરોને આ ધસારોનો સામનો કરવો પડી પડ્યો હતો. આ વીડિયો પર વિવિધ પ્રતિક્રિયાઓ આવી છે.એક યુઝરે કોમેન્ટ બોક્સમાં કહ્યું, “હંમેશા આવું જ રહે છે,” જ્યારે બીજા યુઝરે કોમેન્ટ કરી, “ચોમાસા દરમિયાન નાગરિકોનું શું થશે?” જ્યારે કેટલાક લોકોએ મહિલાઓની ખતરનાક મુસાફરી જોઈને કહ્યું છે કે, “મહિલાઓને હંમેશા સહન કરવું પડ્યું છે.”