News Continuous Bureau | Mumbai
Mumbai Local Train: મુંબઈ માટે ઉચ્ચ ગુણવત્તાની 238 લોકલ ટ્રેનો (Local Trains) તૈયાર કરવામાં આવશે તેવી માહિતી રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnaw) રાજ્યસભામાં આપી છે. આથી મુંબઈકરોનો પ્રવાસ વધુ સરળ બનશે.
Mumbai Local Train: ઓછા ભાડામાં સુરક્ષિત પ્રવાસ
રેલ્વે મંત્રીએ જણાવ્યું કે પ્રવાસનો ખર્ચ પ્રતિ કિલોમીટર ₹1.38 છે, પરંતુ મુસાફરો પાસેથી ફક્ત 73 પૈસા લેવામાં આવે છે. એટલે કે 47% સબસિડી આપવામાં આવે છે.
Mumbai Local Train: રેલ્વે સુરક્ષા અને વિકાસ
રેલ્વે સુરક્ષાને ધ્યાનમાં રાખીને અત્યાર સુધી 41,000 LHB કોચ તૈયાર કરવામાં આવ્યા છે. પીએમ મોદીના ત્રીજા કાર્યકાળમાં તમામ ICF કોચ LHBમાં રૂપાંતરિત થશે.
આ સમાચાર પણ વાંચો : Central Railway : મધ્ય રેલવેનો સપાટો, એસી લોકલમાં ટિકિટ વિના મુસાફરી કરતા ખુદાબક્ષો પાસેથી દંડ સ્વરૂપે વસુલી અધધ આટલી રકમ..
Mumbai Local Train: નવા ડબ્બા અને ટેક્નોલોજી
તેમણે સંસદમાં જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) સાથે નવી ટેક્નોલોજીના ડબ્બા અંગે ચર્ચા થઈ છે. જૂના ડબ્બા અને ટ્રેનોને બદલવામાં આવશે. જેને કારણે લોકોને પ્રવાસમાં સુવિધા પહોંચશે તેમજ લોકોનો પ્રવાસ આરામદાયક પણ હશે.