News Continuous Bureau | Mumbai
સોમવારે મોડી રાતથી મુંબઈ શહેર(Mumbai) પર મેઘરાજા(rain) મહેરબાન થયા છે. તેમજ મંગળવારે સવારે પણ વરસાદ પડી રહ્યો છે ત્યારે મુંબઈ શહેર ની લોકલ ટ્રેન(local Train) પ્રભાવિત થઈ છે. હાલ સેન્ટ્રલ રેલવે લાઇન પોતાના નિર્ધારિત સમય 10થી 15 મિનિટ ચાલી રહી છે. તેમજ યાત્રીઓને(commuters) તકલીફ પડી રહી છે. વાત એમ છે કે ભારે વરસાદ(heavy rain)ને કારણે ટ્રેનોએ પોતાની સ્પીડ ઘટાડી નાખી છે. તેમજ તમામ ટ્રેનો(train) સાવચેતીથી ચાલી રહી છે. અનેક રેલવે સ્ટેશન(waterlogged at railway station) ઉપર પાણી ભરાયા છે તેમ જ ટ્રેક પર પણ પાણી ભરાયા છે. આ પરિસ્થિતિમાં સેન્ટ્રલ રેલવે(Central railway) ની ટ્રેનો મોડી છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈ શહેરમાં સર્વત્ર શ્રીકાર-કલીનામાં પાણી ભરાયા- જુઓ વિડિયો
