ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
મુંબઈ
29 જાન્યુઆરી 2021
મહારાષ્ટ્ર સરકારે આદેશ જાહેર કર્યો છે જે મુજબ ૧લી ફેબ્રુઆરીના દિવસથી મુંબઇ વાસીઓ માટે અગાઉની માફક લોકલ ટ્રેન શરૂ થવા જઈ રહી છે. મહારાષ્ટ્ર સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રિફંડ રીહેબીલીટેશન વિભાગ દ્વારા આ સંદર્ભે નો પત્ર પશ્ચિમ રેલવે તેમજ મધ્ય રેલવે ને આપવામાં આવ્યો છે.
ન્યુઝ કંટીન્યૂઝ ની પાસે આ પત્રની કોપી મોજુદ છે.
પત્રમાં લખવામાં આવ્યું છે કે સવારે પહેલી ટ્રેન થી શરૂ કરીને સાત વાગ્યા સુધી.
ત્યારબાદ બપોરે ૧૨થી સાંજે ચાર વાગ્યા સુધી
ત્યારબાદ રાત્રે નવ વાગ્યા પછી ટ્રેન બંધ થાય ત્યાં સુધી સામાન્ય માણસ ટ્રેનમાં સફર કરી શકશે
એક વાતની સ્પષ્ટતા કરવામાં આવી છે કે સવારે સાત થી બપોરે ૧૨ તેમજ સાંજે ૪ થી રાત્રે ૯ વાગ્યા વચ્ચે માત્ર અનુમતિ પ્રાપ્ત લોકો જ ટ્રેનમાં સફર કરી શકશે.
એટલે કે લોકલ ટ્રેનના બારણાં સામાન્ય લોકો માટે ખૂલી ગયા છે પરંતુ અમુક શરતો સાથે
