News Continuous Bureau | Mumbai
Mumbai Local Train Suicide: મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં પિતા–પુત્રની આત્મહત્યાનો હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે. જેને જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત અને પરેશાન છે, આ સમગ્ર ઘટના સ્ટેશન પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પિતા-પુત્ર બંને સ્ટેશન પર આરામથી વાતો કરી રહ્યા છે અને અચાનક પ્લેટફોર્મ પરથી નીચે ઉતરી સામેથી આવતી ટ્રેનની સામે હાથ પકડીને સુઈ જાય છે.
Mumbai Local Train Suicide: પિતા-પુત્રએ લોકલ ટ્રેન નીચે આવીને કરી આત્મહત્યા
લોકલ ટ્રેન નીચે આવીને આત્મહત્યા કરનાર પિતા-પુત્રની ઓળખ થઈ ગઈ છે. તેમની ઓળખ હરીશ મહેતા (ઉંમર 60) અને તેમના પુત્ર જય મહેતા (ઉંમર 32) તરીકે થઈ છે. મૃતક પિતા-પુત્ર વસઈ ( vasai ) ના એવરશાઈન નગરના રહેવાસી છે. દેવામાં ડૂબી ગયા હોવાના કારણે બંનેએ આત્મહત્યા કરી હોવાની પ્રાથમિક માહિતી છે.
Mumbai Local Train Suicide: ચર્ચગેટ તરફ જતી ટ્રેન નીચે કચડાઈ ગયા
SHOCKING – मुंबई से सटे भायंदर स्टेशन पर पिता-पुत्र ने लोकल ट्रेन के सामने कूदकर की आत्महत्या।@grpmumbai ADR दर्ज कर पूरे मामले की जांच में जुटी। @News18India @RailMinIndia @WesternRly @rpfwr1 @RPFCRBB @cpgrpmumbai @mumbairailusers @mumbaimatterz pic.twitter.com/GpzYXsQuEE
— Diwakar Singh (@Diwakar_singh31) July 9, 2024
Mumbai Local Train Suicide: ઘટના સીસીટીવી કેમેરામાં કેદ
રેલવે સ્ટેશનના ક્લોઝ સર્કિટ ટેલિવિઝન કેમેરા (સીસીટીવી) ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે બંને પ્લેટફોર્મ પરથી નીચે ઉતરીને મીરા રોડ તરફ ગયા, રેલવે ટ્રેક પર સૂઈ ગયા અને ચર્ચગેટ તરફ જતી ટ્રેન નીચે કચડાઈ ગયા. આ આત્મહત્યાના વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પિતા-પુત્ર બંને ટ્રેનની સામે એટલી ઝડપથી સૂઈ જાય છે કે ટ્રેન ડ્રાઈવરને ઈમરજન્સી બ્રેક લગાવવાનો પણ સમય મળતો નથી. રેલવે ટ્રેક પર ટ્રેનની નીચે બે મૃતદેહો પડેલા હોવાની માહિતી મળતાં જ પોલીસની ટીમ સોમવારે સવારે 10 વાગ્યે ઘટનાસ્થળે પહોંચી હતી. બંનેના મૃતદેહ મીરા રોડ તરફ જતા ભાયંદર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6થી થોડે દૂર પડ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Mumbai Coastal Road: વાહન ચાલકો માટે સારા સમાચાર, મુંબઈ કોસ્ટલ રોડ નો બીજો તબક્કો આ તારીખથી ખોલવામાં આવશે; મુસાફરી બનશે વધુ સરળ..
મૃતક હરીશ મહેતા મુંબઈમાં શેર માર્કેટમાં કામ કરતો હતો. જ્યારે જય મહેતા ડીટીપી ઓપરેટર હતા. તેઓ વસઈમાં રહેતા હતા. જયના લગ્ન એક વર્ષ પહેલા થયા હતા. શેરબજારમાં રોકાણમાં ભારે નુકસાન બાદ હરીશ અને જય મહેતા દેવામાં ડૂબી ગયા હતા. આ ચિંતાના કારણે આ પિતાપુત્રએ આપઘાત કર્યો હોવાનું અનુમાન છે.
હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)