News Continuous Bureau | Mumbai
Mumbai Local Train Update મુંબઈની લાઈફલાઈન ગણાતી સેન્ટ્રલ રેલવેના મુસાફરો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. સેન્ટ્રલ રેલવે પ્રશાસન દ્વારા ટ્રેક અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર મેન્ટેનન્સ તેમજ મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુથી ટીટવાલા સ્ટેશન નજીક નાઈટ બ્લોક (ઓવરનાઈટ બ્લોક) લેવાની જાહેરાત કરવામાં આવી છે. અપ નોર્થ ઈસ્ટ લાઇન પર પોઈન્ટ નંબર ૧૦૯ અને ૧૧૩બી પર ટેમ્પિંગ કામગીરી હાથ ધરવા માટે આ બ્લોક લેવામાં આવ્યો છે. આ કામગીરીને કારણે કસારાથી કલ્યાણ અને સીએસએમટી (CSMT) વચ્ચે દોડતી ઉપનગરીય લોકલ ટ્રેન સેવાઓ આંશિક રીતે પ્રભાવિત થશે, જેમાં કેટલીક લોકલ સંપૂર્ણ રદ અને કેટલીક ટ્રેનોને નિર્ધારિત સ્ટેશને શોર્ટટર્મિનેટ કરવામાં આવી છે.
Mumbai Local Train Update – કઈ લોકલ ટ્રેનો રદ અને શોર્ટ-ટર્મિનેટ રહેશે?
રેલવે પ્રશાસન દ્વારા જાહેર કરાયેલ વિગતો મુજબ, બ્લોકના સમયગાળા દરમિયાન સીએસએમટીથી ઉપડતી રાત્રે ૧૧:૧૬ અને ૧૧:૪૨ વાગ્યાની સીએસએમટી-ટીટવાલા લોકલ રદ રહેશે. આ ઉપરાંત, ટીટવાલાથી થાણે માટે રાત્રે ૧૦:૨૫ અને ૧૧:૧૪ વાગ્યે ઉપડતી લોકલ સેવાઓ પણ રદ રાખવામાં આવી છે. જ્યારે ડોમ્બિવલીથી રાત્રે ૧૦:૦૦ વાગ્યે સીએસએમટી માટે ઉપડતી લોકલ તેમજ કલ્યાણથી રાત્રે ૧૦:૦૬ વાગ્યે ઉપડતી લોકલ ટ્રેનને થાણે ખાતે જ શોર્ટ-ટર્મિનેટ કરવામાં આવશે, એટલે કે આ ટ્રેનો થાણેથી આગળ સીએસએમટી સુધી નહીં જાય.
Mumbai Local Train Update – બ્લોક પહેલાંની છેલ્લી લોકલ ટ્રેનોનો સમય
બ્લોક શરૂ થતાં પહેલાં ડાઉન નોર્થ ઈસ્ટ લાઇન પર કસારા માટેની છેલ્લી લોકલ ટ્રેન સીએસએમટીથી રાત્રે ૧૨:૦૮ વાગ્યે ઉપડશે. જ્યારે ટીટવાલા માટે છેલ્લી લોકલ રાત્રે ૧૦:૫૦ વાગ્યે સીએસએમટીથી રવાના થશે. અપ નોર્થ ઈસ્ટ લાઇન પર કસારાથી સીએસએમટી માટે છેલ્લી ટ્રેન રાત્રે ૧૦:૦૦ વાગ્યે અને આસનગાંવથી થાણે માટે રાત્રે ૧૧:૦૮ વાગ્યે દોડાવવામાં આવશે. મોડી રાત્રે મુસાફરી કરતાં ડેઇલી કમ્યુટર્સને આ સમયપત્રક ધ્યાનમાં રાખીને મુસાફરીનું આયોજન કરવાની અપીલ કરવામાં આવી છે.
Mumbai Local Train Update – બ્લોક બાદ વહેલી સવારે સેવાઓ ક્યારે પૂર્વવત થશે?
ટેમ્પિંગ અને મેન્ટેનન્સનું કામ પૂર્ણ થયા બાદ વહેલી સવારે ઉપનગરીય સેવાઓ નિયમિત સમયપત્રક મુજબ પુનઃ શરૂ કરવામાં આવશે. બ્લોક પછી સીએસએમટીથી કસારા માટે પ્રથમ લોકલ વહેલી સવારે ૪:૧૯ વાગ્યે ઉપડશે, જ્યારે કસારાથી સીએસએમટી તરફની પ્રથમ ટ્રેન સવારે ૩:૫૧ વાગ્યે રવાના થશે. તે જ રીતે ટીટવાલાથી સીએસએમટી માટે પ્રથમ લોકલ વહેલી સવારે ૩:૫૬ વાગ્યે ઉપડશે. રેલવે તંત્રએ મુસાફરોને થતી અસુવિધા બદલ સહયોગ આપવા વિનંતી કરી છે.
👉 આ સમાચાર વાચો:
India Semiconductor Mission 2.0 હવે ડ્રેગન નહીં, ભારત બનશે ગ્લોબલ ચિપ બોસ ₹૧.૨૭ લાખ કરોડનું ‘સેમીકોન ૨.૦’ મિશન બદલશે ગેમ
