News Continuous Bureau | Mumbai
Mumbai Local Train Update: મુંબઈની લાઈફલાઈન તરીકે ઓળખાતી મુંબઈ લોકલની સેવા ખોરવાઈ ગઈ છે. મધ્ય રેલવેની મુંબઈ ઉપનગરીય લોકલ સેવાના હાર્બર રૂટ પરનો ટ્રાફિક ખોરવાઈ ગયો છે. વાશી રેલવે સ્ટેશન વચ્ચે ઓવરહેડ વાયર તૂટવાને કારણે લોકલ સેવા ખોરવાઈ ગઈ છે. જેના કારણે હાર્બર રેલવે સેવા 20થી 25 મિનિટ મોડી ચાલી રહી છે.
We regret to inform you that there is a disruption in services due to a broken Overhead Equipment (OHE) between Mankhurd and Vashi on the Harbour Line.
— DRM Mumbai CR (@drmmumbaicr) August 31, 2024
Mumbai Local Train Update: મોટી ટેકનિકલ ખામી સર્જાઈ
આ ઓવરહેડ વાયર સવારે 8 વાગ્યાની આસપાસ તૂટી જતાં મોટી ટેકનિકલ ખામી સર્જાઈ હતી. છેલ્લી 15 થી 20 મિનિટથી હાર્બર રૂટ પરની ઘણી લોકલ વિવિધ સ્ટેશનો પર થંભી ગઈ છે. હાલ આ ઓવરહેડ વાયર રિપેર કરીને વાહનવ્યવહાર પૂર્વવત કરવાની કામગીરી ઝડપથી ચાલી રહી છે. જો કે, આ સમયગાળા દરમિયાન મુસાફરોને તે જ ટિકિટ અને જારી કરાયેલ પાસનો ઉપયોગ કરીને ટ્રાન્સહાર્બર મારફતે મુસાફરી કરવાની છૂટ છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai Coastal Road : મુસાફરી થશે વધુ સરળ, કોસ્ટલ રોડનું વિસ્તરણ હવે વિરાર અને પાલઘર સુધી થશે; લાખો લોકોને મળશે રોજગાર..