Site icon

Mumbai Local Train Update: પશ્ચિમ રેલ્વેના માહિમ અને બાંદ્રા સ્ટેશન વચ્ચે ટેકનિકલ ખામી, મુસાફરો રેલવે ટ્રેક પર ચાલવા મજબુર; જુઓ વિડીયો

Mumbai Local Train Update: મુંબઈના પશ્ચિમ રેલ્વે પર ફાસ્ટ લોકલ ટ્રેનો 15 થી 20 મિનિટ મોડી ચાલી રહી છે. માહિમ સ્ટેશન પર પોઈન્ટ ફોલ્ટને કારણે, બંને બાજુ દાદરથી અંધેરી અને અંધેરીથી દાદર સુધીની ફાસ્ટ લોકલ ટ્રેનો મોડી પડી રહી છે.

News Continuous Bureau | Mumbai

Mumbai Local Train Update: મુંબઈની લાઈફલાઈન તરીકે ઓળખાતી મુંબઈ લોકલ સેવા ઠપ્પ થઈ ગઈ છે. બુધવાર (૧૧ જૂન) સવારથી પશ્ચિમ રેલ્વેનો ટ્રાફિક ખોરવાઈ ગયો છે. અપ અને ડાઉન બંને લાઈનો પર ટ્રાફિક મોડી ચાલી રહ્યો છે. માહિમ સ્ટેશન પર સિગ્નલિંગ સિસ્ટમમાં ખામીને કારણે પશ્ચિમ રેલ્વે ખોરવાઈ ગયું છે. અપ અને ડાઉન બંને લાઈનો પર ટ્રાફિક 15 થી 20 મિનિટ મોડી ચાલી રહ્યો છે. લોકલ સેવામાં ખામીને કારણે પ્લેટફોર્મ પર મુસાફરોની ભારે ભીડ છે. 

Join Our WhatsApp Community

Mumbai Local Train Update:  મુસાફરો રેલવે ટ્રેક પર ચાલવા મજબૂર

પશ્ચિમ રેલ્વે પર કેટલીક ટેકનિકલ સમસ્યાઓના કારણે ફાસ્ટ અને સ્લો લાઈનો પર લોકલ ટ્રેનો મોડી ચાલી રહી છે. આના કારણે પશ્ચિમ રેલ્વે પર મુસાફરી કરતા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આનાથી મુસાફરોમાં રોષ ફેલાયો છે. છેલ્લા અડધા કલાકથી માહિમ અને બાંદ્રા સ્ટેશનો વચ્ચે ઘણી લોકલ ટ્રેનો રોકાઈ ગઈ છે. આના કારણે મુસાફરો રેલવે ટ્રેક પર ચાલવા મજબૂર થયા છે.

આ સમાચાર પણ વાંચો : Gujarat Solar Water Filter : ગુજરાતની ત્રણ યુનિવર્સિટીના સંશોધકોએ સાથે મળીને તૈયાર કર્યું સૌર ઉર્જા થી પાણી શુદ્ધ થાય તેવું ડિવાઈસ; જાણો આ સંશોધન વિશે.

Mumbai Local Train Update:  ટેકનિકલ ખામીને કારણે લોકલ સેવાઓ ખોરવાઈ ગઈ

મંગળવારે હાર્બર લાઇન પર ટેક્નિકલ ખામીને કારણે લોકલ સેવાઓ ખોરવાઈ ગઈ હતી. જેના કારણે મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ, બે દિવસ પહેલા જ, લોકલ ટ્રેનોમાં ભીડને કારણે મધ્ય રેલ્વે પર એક દુ:ખદ ઘટના બની હતી. બે લોકલ ટ્રેનોના દરવાજા પર લટકતા મુસાફરો એકબીજા સાથે ઘસાઈ જતા 10 થી 12 મુસાફરો ચાલતી લોકલ ટ્રેનમાંથી નીચે પડી ગયા હતા. આ ઘટનામાં 4  લોકોના મોત થયા હતા અને અન્ય ઘાયલ થયા હતા. આ ઘટના બાદ, મધ્ય રેલ્વે વહીવટીતંત્ર દ્વારા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ ઘટના હજુ તાજી છે, ત્યારે આજે પશ્ચિમ રેલ્વે લાઇન પર લોકલ સેવામાં મુસાફરોને ટેકનિકલ ખામીનો સામનો કરવો પડ્યો છે.

Devendra Fadnavis Mumbai master plan: મુંબઈની કાયાપલટ: દેવેન્દ્ર ફડણવીસનો ‘માસ્ટર પ્લાન’ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નવો યુગ
Mumbai Mega Block: મુંબઈગરાઓ ધ્યાન આપો! રવિવારે મધ્ય અને ટ્રાન્સ-હારબર રેલ્વે પર મેગા બ્લોક; લોકલ ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર, જાણો વિગતો
Mumbai: ગોરેગાંવમાં વહેલી સવારે માતમ: ભીષણ આગમાં આખો પરિવાર હોમાયો, ધુમાડાના ગોટેગોટામાં ગૂંગળાઈ જવાથી ત્રણના મોત
Share Market: રોકાણકારો અને ગ્રાહકો ખાસ નોંધજો! 15 જાન્યુઆરીએ મુંબઈમાં મતદાનને કારણે શેરબજાર અને બેંકો ચાલુ રહેશે કે બંધ? જાણો લેટેસ્ટ અપડેટ
Exit mobile version