News Continuous Bureau | Mumbai
Mumbai Local Train Updates : પશ્ચિમ રેલ્વેના ગ્રાન્ટ રોડ અને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનો વચ્ચે 08 અને 09 ફેબ્રુઆરી 2025 ના રોજ જમ્બો બ્લોક અંગેની માહિતી લોકલ ટ્રેનના મુસાફરો માટે જારી કરવામાં આવી છે. ગ્રાન્ટ રોડ અને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનો વચ્ચે શનિવાર અને રવિવાર એટલે કે 8 અને 9 ફેબ્રુઆરીના રોજ રાતે 22.00 થી સવારે 11.00 વાગ્યા સુધી એટલે કે 13 કલાકનો અપ અને ડાઉન ફાસ્ટ લાઇન પર ટ્રેક, સિગ્નલિંગ અને ઓવરહેડ સાધનોના જાળવણી માટે જમ્બો બ્લોક કરવામાં આવશે.
Mumbai Local Train Updates : મુંબઈની ઘણી લોકલ ટ્રેનો રદ
પશ્ચિમ રેલવેના જણાવ્યા અનુસાર, બ્લોક સમયગાળા દરમિયાન, અપ અને ડાઉન ફાસ્ટ લાઇન પરની બધી ટ્રેનો ચર્ચગેટ અને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનો વચ્ચે સ્લો લાઇન પર દોડાવવામાં આવશે. આ કારણે, બ્લોક દરમિયાન, કેટલીક ઉપનગરીય ટ્રેનો રદ કરવામાં આવશે અને ચર્ચગેટથી આવતી કેટલીક ટ્રેનોને બાંદ્રા, દાદર સ્ટેશનો પર શોર્ટ ટર્મિનેટ અને રિવર્સ કરવામાં આવશે.
Mumbai Local Train Updates : બઈની લોકલ ટ્રેન સેવાઓ પ્રભાવિત
જો મુસાફરો આ જમ્બો બ્લોક વિશે વધુ માહિતી મેળવવા માંગતા હોય, તો તેને લગતી વિગતવાર માહિતી સંબંધિત સ્ટેશન માસ્ટર પાસે ઉપલબ્ધ છે અને તેઓ તેમનો સંપર્ક કરીને તેના વિશે માહિતી મેળવી શકે છે.
આ સમાચાર પણ વાંચો: Local Train Update : નોકરિયાતોને આજે ફરી લાગશે લેટમાર્ક, આ કારણે પશ્ચિમ રેલવેના મુસાફરોને મુશ્કેલી; અંધેરી, બોરીવલી સ્ટેશનો પર ભારે ભીડ..
મહત્વનું છે લ ગત 4 ફેબ્રુઆરીની સવારે મુંબઈ નજીક સેન્ટ્રલ રેલ્વે મુખ્ય લાઇન પર સિગ્નલ સિસ્ટમમાં ખામી સર્જાતાં મુંબઈની લોકલ ટ્રેન સેવાઓ પ્રભાવિત થઈ હતી. મુંબઈની લાઈફલાઈન ગણાતી આ ટ્રેનો મોડી દોડી રહી હતી.