મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવે તેમજ હાર્બર રેલ્વે ની તમામ ટ્રેનો હવે 100% ક્ષમતા એ દોડી રહી છે.
આ પરિસ્થિતિમાં મુંબઈના મેયર કિશોરી પેડણેકર એ શક્યતા દર્શાવી છે કે 29 જાન્યુઆરી થી ૧ ફેબ્રુઆરી દરમિયાન સર્વ સામાન્ય વ્યક્તિઓ માટે મુંબઇની લોકલ ટ્રેન ના દરવાજા ખુલી જશે.
જો કે આ સંદર્ભે રાજ્ય સરકારે અત્યાર સુધી કોઈ જ નિર્ણય લીધો નથી.એટલું જ નહીં મેયર પાસે લોકલ ટ્રેન શરૂ કરવાની કોઇ સત્તા નથી.
મુંબઈના મેયર એ મહાનગર પાલિકાનું શીર્ષસ્થ પદ છે આ પરિસ્થિતિમાં જોવાનું એ રહે છે કે આ દિવસો દરમિયાન ટ્રેન શરૂ થાય છે કે નહીં
