News Continuous Bureau | Mumbai
Mumbai Lok Sabha elections 2024: લોકસભા ચૂંટણી-2024ના પાંચમા તબક્કામાં 8 રાજ્યોની 49 બેઠકો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે.

સામાન્ય લોકોથી લઈને ખાસ લોકો સુધીના લોકો મતદાન કેન્દ્ર પર જઈને લાઈનોમાં ઉભા રહીને મતદાન કરી રહ્યા છે.

લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં મુંબઈ ઉત્તર લોકસભા બેઠક અને મુંબઈ ઉત્તર મધ્ય લોકસભા બેઠક પર પણ મતદાન થઈ રહ્યું છે.

ઉત્તર મુંબઈના બોરીવલી વિસ્તારના વજિરા નાકામાં લોકસભાની ચૂંટણી પર્વે લોકો આનંદ ઉત્સાહ સાથે ઉજવી રહ્યા છે. અહીં મતદારોની લાંબી લાઈન લાગી છે.

મુંબઈમાં આજે સવારે 7 વાગ્યા પહેલા મતદાન મથકો પર મતદારો મોટી સંખ્યામાં કતારમાં ઉભા રહીને પોતાના વારાની રાહ જોઈ રહ્યા છે. લોકો મતાદાનને લઇને ઉત્સાહિત જોવા મળી રહ્યા છે.


ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં લોકસભાની 48માંથી 35 બેઠકો પર છેલ્લા ચાર તબક્કામાં મતદાન થયું છે. રાજ્યમાં મુખ્ય લડાઈ ભાજપ, શિંદે જૂથની શિવસેના અને અજિત પવારની એનસીપીના મહાગઠબંધન અને મહા વિકાસ અઘાડી વચ્ચે છે.