Mumbai Lok Sabha elections 2024:  લોકસભા ચૂંટણી પર્વે લોકોમાં અનેરો ઉત્સાહ, ઉત્તર મુંબઈના બોરીવલી વિસ્તારમાં લાગી લાંબી લાઈન.. જુઓ ફોટોસ.. 

Mumbai Lok Sabha elections 2024:  આજે 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 49 લોકસભા બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. મહારાષ્ટ્રમાં આ અંતિમ તબક્કાનું મતદાન છે. મહારાષ્ટ્રમાં લોકસભાની 48માંથી 35 બેઠકો પર છેલ્લા ચાર તબક્કામાં મતદાન થયું છે. રાજ્યમાં મુખ્ય લડાઈ ભાજપ, શિંદે જૂથની શિવસેના અને અજિત પવારની એનસીપીના મહાગઠબંધન અને મહા વિકાસ અઘાડી વચ્ચે છે. મહા વિકાસ આઘાડીમાં કોંગ્રેસ, શરદ પવારની NCP, ઉદ્ધવ ઠાકરેની શિવસેના વગેરે જેવા પક્ષો સામેલ છે.

 News Continuous Bureau | Mumbai 

Mumbai Lok Sabha elections 2024:  લોકસભા ચૂંટણી-2024ના પાંચમા તબક્કામાં 8 રાજ્યોની 49 બેઠકો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે.

Join Our WhatsApp Community

Mumbai Lok Sabha elections 2024 Mumbaikars queue up early as Phase 5 of the ongoing Lok Sabha elections

સામાન્ય લોકોથી લઈને ખાસ લોકો સુધીના લોકો મતદાન કેન્દ્ર પર જઈને લાઈનોમાં ઉભા રહીને મતદાન કરી રહ્યા છે. 

લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં મુંબઈ ઉત્તર લોકસભા બેઠક અને મુંબઈ ઉત્તર મધ્ય લોકસભા બેઠક પર પણ મતદાન થઈ રહ્યું છે. 

ઉત્તર મુંબઈના બોરીવલી વિસ્તારના વજિરા નાકામાં  લોકસભાની ચૂંટણી પર્વે લોકો આનંદ ઉત્સાહ સાથે ઉજવી રહ્યા છે. અહીં મતદારોની લાંબી લાઈન લાગી છે. 

Mumbai Lok Sabha elections 2024 Mumbaikars queue up early as Phase 5 of the ongoing Lok Sabha elections

મુંબઈમાં આજે સવારે 7 વાગ્યા પહેલા મતદાન મથકો પર મતદારો મોટી સંખ્યામાં કતારમાં ઉભા રહીને પોતાના વારાની રાહ જોઈ રહ્યા છે. લોકો મતાદાનને લઇને ઉત્સાહિત જોવા મળી રહ્યા છે.  

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં લોકસભાની 48માંથી 35 બેઠકો પર છેલ્લા ચાર તબક્કામાં મતદાન થયું છે. રાજ્યમાં મુખ્ય લડાઈ ભાજપ, શિંદે જૂથની શિવસેના અને અજિત પવારની એનસીપીના મહાગઠબંધન અને મહા વિકાસ અઘાડી વચ્ચે છે. 

Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
Mumbai Pollution: પ્રદૂષણ પર BMCનો એક્શન પ્લાન: મુંબઈમાં હવા પ્રદૂષણ મામલે 36 સ્થળોની તપાસ, કોર્ટમાં રજૂ થયો વિગતવાર રિપોર્ટ
BMC Elections: મુંબઈના ભવિષ્યનો ફેંસલો! BMC ચૂંટણીની તારીખો જાહેર, જાણો ક્યારે થશે મતદાન અને મતગણતરી
Maharashtra Weather:મહારાષ્ટ્રમાં ભારે શીત લહેર! પારો ૫C નીચે ગગડ્યો
Exit mobile version